તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂથી ટેવાયેલા અમદાવાદીઓ સાથે વાત:અમે લૉકડાઉનથી વિચલિત નથી થયા

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લૉકડાઉન હવે વધશે કે છૂટછાટ મળશે તે તો ગણતરીના દિવસમાં જ જાણવા મળશે પણ શહેરમાં એવા અમદાવાદીઓ પણ છે જેમને આ લૉકડાઉનથી કોઈ ફેર પડ્યો નથી કેમ કે તેમણે અમદાવાદમાં એવો કર્ફ્યૂ જોયો છે કે તેની આગળ આ લૉકડાઉન કંઈ નથી.સંગાથના ઉપક્રમે વડીલો માટે મનોરંજનની અનેક પ્રવૃત્તિઓ કરાવાય છે ત્યારે સિટી ભાસ્કરે આવાજ કેટલાક લોકો સાથે વાત કરી.શહેરના ગોપી દેસાઈએ પણ અમદાવાદમાં એવો સમય જોયો છે કે ભયના માર્યા બહાર પણ ન નીકળાય. ગોપી દેસાઈ કહે છે, ‘કરિયાણા વિના ચલાવી લેવું પડે.આ લૉકડાઉનમાં આવું નથી એટલે સારું છે. એકાદ વિક દુકાનો બંધ થઈ તેમાં શહેરીજનો ચિંતામાં મૂકાયા છે પણ આપણે આવી સ્થિતીનો સામનો કરતાં શીખવું જોઈએ.
8 કલાકમાં 16 કિમી કાપી પહોંચેલો
મને યાદ છે 1969નો એ સમય જ્યારે કર્ફ્યૂ લાગેલો. અચાનક ખબર પડી કે કર્ફ્યૂ લાગવાનો છે અને મારે રખિયાલ ચાર રસ્તાથી ડ્રાઇવ ઇન તરફ જવાનું હતું. હું ત્યારે સ્પોટ્ ર્સમાં આગળ હતો એટલે 8 કલાકમાં પહોંચી ગયેલો. -હરિદાસ દેસાની
વડીલોની ખુશી મહત્ત્વની છે
સંગાથ વડીલોની ખુશીઓ માટે કામ કરે છે. આ લૉકડાઉનમાં તેઓ ઘરે જ ગેમ્સ, તબલાવાદન, હાર્મોનિયમ વગાડે કે સિંગિંગ કરે છે. આ વડીલોએ એવો સમય જોયો છે કે તેમની માટે આ લૉકડાઉનને લેવું સરળ છે. -વિરાજ પટેલ,સંગાથ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો