રોગચાળો:ચોમાસાની સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો, આ મહિને ઝાડા ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના સંખ્યાબંધ કેસ નોઁધાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએમસી દ્વારા ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે - Divya Bhaskar
એએમસી દ્વારા ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે
  • અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાયફોડ અને ઝાડા ઉલ્ટીના કેસો વધુ મળી આવ્યા

ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતા જ અનેક રોગચાળા વકરતો હોય છે. અમદાવાદમાં પાણીજન્ય રોગોનો વધારો થયો છે. તેમાં પણ ઝાડા ઉલટી અને કમળાના કેસો વધ્યા છે. ચાલુ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા ઉલ્ટીના 529 કેસો, કમળાના 125 કેસો, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસો નોંધાયા છે.

પાણીના સેમ્પલ લઈ ચકાસણી કરાઈ
ગત અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાયફોડ અને ઝાડા ઉલ્ટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

સાદા મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ ઓછા
મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના કેસો અને ડેન્ગ્યૂના કેસો ઓછા છે. 88 કેસો સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના 5 કેસો છે. ડેન્ગ્યુના 45 કેસ ચિકનગુનિયાના 16 કેસો નોધાયા છે.

એએમસી દ્વારા બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
એએમસી દ્વારા બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સર્વે અને ચેકિંગ કરી દવાનો છંટકાવ
મચ્છરજન્ય રોગો વધારે પ્રમાણમાં વકરે તે પહેલાં તંત્ર દ્વારા ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં દવાનો છટકાવ અને આરોગ્ય કેન્દ્રો પર અને ધન્વંતરી રથને પણ આ વિસ્તરોમાં રાખવામાં આવ્યા છે. જેથી તમામ દવાઓ લોકોને જલ્દી મળી રહે.