• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Waterborne Diseases Increase In Monsoon In Ahmedabad, 615 Cases Of Diarrhea And Vomiting, 193 Cases Of Jaundice And 165 Cases Of Typhoid

દૂષિત પાણીથી રોગચાળો વકર્યો:અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યા, ઝાડા ઉલટીના 615, કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસ નોંધાયા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગો કરતાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 23 દિવસમાં 615 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયાં છે. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 704 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. શહેરના પૂર્વ વિસ્તારમા દૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વધ્યો છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઉલ્ટી અને પેટમાં દુઃખાવા સહિતના રોગોમાં વધારો થયો છે.

પૂર્વ અને કોટ વિસ્તારમાં રોગચાળો વકર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 615, કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 46, ડેન્ગ્યુ 21, ચિકનગુનિયાના 08 અને ઝેરી મેલેરિયા 02 નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રોગોનો વધારો થયો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.

સૌથી વધુ અનફિટ સેમ્પલો પૂર્વ વિસ્તારમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 704 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 40 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...