તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ:અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં પાણી ફરી વળ્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
પાણીની પાઈપલાઈન તૂટતા દુકાનોમાં પાણી ફરી વળ્યા
  • જમાલપુરમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિંગ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા

શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષ નજીક પાઇપલાઇન તૂટતાં શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિગ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જે કારણે સ્થાનિક દુકાનદારોએ પાણી ઉલેચવાની ફરજ પડી હતી. પાણી ભરાવાના કારણે સ્થિતિ એવી બની કે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. પરિણામે ઘણાં વાહનોને નુકસાન થયું હતું.

જમાલપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી
ઘટનાને લઈને સ્થાનિકના જણાવ્યા મુજબ, વહેલી સવારે પાઇપલાઇન તૂટી જતા શોપિંગ કોમ્પ્લેક્સમાં ફરી વળ્યું હતું. જેને લઈ લોકો હેરાન પરેશાન થયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી તમામ દુકાનોમાં પાણી ફરી વળ્યાં હતા. પાણી ભરાઈ જતા દુકાનદારો હેરાન પરેશાન થયા હતા. જોકે કોર્પોરેશનના કોઈપણ અધિકારી ત્યાં ફરકયા ન હતા. એવામાં કોર્પોરેશન દ્વારા ઝડપથી તૂટેલી પાઈપનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી હતી.

વાહનોને પણ નુકસાન થયું
વાહનોને પણ નુકસાન થયું

દુકાનોમાં પાણી ફરી વળ્યા
પાણીની પાઈપલાઈન તૂટી જતા રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમાં પણ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓના માલને પણ નુકસાન થયાની આશંકા છે. જોકે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હોવા છતાં કોર્પોરેશનની ટીમ ત્યાં સમારકામ માટે પહોંચી નહોતી. એવામાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.