તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવા બનાવાયેલા પ્રેસ કોન્ફરન્સ હોલમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. એસીપી બી.વી.ગોહિલ જ્યાં બેસીને મીડિયાને માહિતી આપે છે, એની ઉપરના ભાગે જ છત તૂટી ગઈ હતી અને તેમાંથી પાણી પડી રહ્યું છે. બે વર્ષના સમયગાળામાં જ છત તૂટી જતા બાંધકામમાં ભ્રષ્ટાચાર અથવા નબળું બાંધકામ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયા આપી હોલ બનાવ્યો કે અધિકારીએ વર્ધી આપી કોન્ટ્રાક્ટર પાસે આ બાંધકામ કરાવ્યું એટલે નબળું બાંધકામ છે તેના પર સવાલ છે.
મીડિયાકર્મીઓને ક્રાઈમ બ્રાન્ચમાં આવતા અટકાવવા નવો હોલ બનાવ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મીડિયાકર્મીઓની આવનજાવન પર પ્રવેશ મર્યાદિત રહે તેને લઈ ક્રાઈમ બ્રાન્ચના પાછળના ભાગે જૂનું ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન આવેલું હતું ત્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વર્ષ પહેલાં અલગથી જ આખો પ્રેસ કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો હતો. મીડિયાકર્મીઓ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા અટકે એટલે પાછળ જ આ હોલ બનાવી જ્યારે મીડિયાને માહિતી આપવાની હોય ત્યારે અધિકારીઓ હોલમાં આવી બ્રિફિંગ કરે છે.
તાજેતરમાં વરસાદ પડતા હોલ પાણી પાણી થઈ ગયો હતો
તાજેતરમાં જ વરસાદ પડ્યો હતો તેમાં આ પ્રેસ કોન્ફરન્સ હોલમાં જ્યાં એસીપી બી.વી. ગોહિલ અને અધિકારીઓ પ્રેસ બ્રિફિંગ કરે છે તેના ઉપરના ભાગે જ છત તૂટી ગઈ હતી અને ત્યાંથી પાણી નીચે પડ્યું હતું. ટેબલ પર જ પાણી પડ્યું હતું અને હોલ પણ પાણી પાણી થઈ ગયો હતો. અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં જો થોડું પણ પાણી પડે તો તાત્કાલિક તેને રીપેર કરાવતા હોય છે જો કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના ધ્યાને કદાચ આ પાણી અને છત તૂટેલી નહિ આવી હોય અથવા ક્યાં આપણા માટે જરૂર છે તેવું માની અને રીપેર નહિ કરી હોય.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.