જળાશયોની સ્થિતિ:રાજ્યના 12 જળાશય છલકાયા તો 13માં 90થી 99 ટકા પાણીનો સંગ્રહ, હાઈ એલર્ટની સ્થિતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રના 11 ડેમમાં 80થી 90 ટકા સુધી પાણીનો સંગ્રહ

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ખાસ કરીને ચારેક દિવસથી સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સતત મેઘાવી મહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. હજુ ચોમાસું બેઠ્યાંને 20 દિવસ જ થયાં છે ત્યાં સૌરાષ્ટ્રના 36 ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. તેમાંથી પણ 12 ડેમ 100 ટકા, 13 ડેમ 90 ટકા અને 11 ડેમ 80થી 90 ટકા સુધી ભરાયા છે. જળ સંપતિ વિભાગની વેબસાઈટમાં રજૂ કરવામાં આવતી દૈનિક જળાશયોના લેવલની યાદીમાં 36 ડેમમાંથી 25 ડેમમાં પાણીનું લેવલ 90 ટકથી વધુ હોવાથી તેને હાઈએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે 11 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

નવા નીરથી ખેડૂતોમાં ખુશી
એક તરફ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક વધવાથી ખેડૂતો અને સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લી બે સિઝનથી ચોમાસું સારુ જઇ રહ્યું છે અને આ વખતે તો શરૂઆતમાં જ જળાશયોમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 

સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ