અડધી રાતે અમદાવાદના હાલ જુઓ:જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, રોડ પર રીતસર નદીઓ વહી, રવિવારની મોજ માણવા નીકળેલા શહેરીજનો કલાકો સુધી ફસાઈ ગયા

3 મહિનો પહેલા

અમદાવાદમાં મેઘતાંડવ થતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રવિવારની સાંજે તોફાની વરસાદ શરૂ થયો અને જોતજોતામાં જ શહેરના રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. ખાસ કરીને વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડતાં સોસાયટીઓ પાણીમાં ગરક થવા લાગી. રાત્રે લગભગ 11 વાગ્યા સુધી વરસાદ વરસ્યો અને પરંતુ રવિવારની રજા માણવા નીકળેલા અમદાવાદીઓ કલાકો સુધી રોડ પર ફસાઈ ગયા. આ ચાર-પાંચ કલાકમાં અમદાવાદ શહેરમાં કેવા દૃશ્યો જોવા મળ્યા એ વીડિયોમાં તમે જોઈ શકશો.

અન્ય સમાચારો પણ છે...