• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Water Caravan Business Worth Rs 750 Crore A Month, But Not Checking; Despite A 10 fold Increase In Waterborne Disease From Last Year, There Is No Control

પાણીની ગુણવત્તા સામે સવાલ:પાણીના કેરબાનો મહિને 750 કરોડનો ધંધો, પણ ચેકિંગ નહીં; પાણીજન્ય રોગમાં ગત વર્ષ કરતાં 10 ગણો વધારો છતાં કોઈ નિયંત્રણ નથી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • BIS કે ફૂડ સેફ્ટીના લાઈસન્સ વગર જ વેપાર થાય છે

શહેરમાં જ્યાં મોટાભાગની ઓફિસોમાં પાણીની મોટી બોટલો, કે કેરબાઓથી પાણી પહોંચાડાય છે, પણ શહેરમાં અનેક વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ઓફિસમાં કે પાણીના બોટલિંગ પ્લાન્ટમાં મ્યુનિ. દ્વારા પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવી નથી. ગત વર્ષની સરખાણીએ પાણીજન્ય રોગચાળો 10 ગણો વધ્યો છે ત્યારે પણ પાણીની બોટલનો વેપાર કરવા માટે જરૂરી બીઆઇએસનું લાયસન્સ કે પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડડ એક્ટ હેઠળનું લાયન્સ સિવાય પણ વેપલો ધમધમે છે. મહિને રૂ.750 કરોડનો ધંધો છે.

શહેરમાં નાગરિકોને જે રીતે તમામ ઓફિસો, ઘણાં બધા ઘરોમાં પણ પીવાના પાણીની જરૂરિયાત પૂરી માત્ર 20 લિટરની બોટલથી થાય છે, ત્યારે તેની ગુણવત્તા બાબતે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ સુચિત્રા પૌલે મ્યુનિ. સમક્ષ કરેલી આરટીઆઇમાં એવી હકીકત બહાર આવી છે કે, શહેરના ફૂડ વિભાગે તો સ્પષ્ટ કબૂલ્યું છેકે, તેમણે ચાલુ વર્ષે એક પણ સ્થળે પાણીના કોઇ સેમ્પલ લીધા નથી.

મધ્ય-ઉત્તર ઝોનમાંથી 3 સેમ્પલ લેવાયા
શહેરમાં જ્યાં પાણીનો રોજનો કરોડોનો વેપલો ચાલે છે ત્યાં માત્ર મધ્ય ઝોનમાં એક સ્થળે તેમજ સરદારનગર- કુબેરનગર વોર્ડમાં એક સ્થળે પાણીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...