તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સકંજામાં ચોર:ગિલોલથી કારના કાચ તોડીને કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરતો ચોર પકડાયો, ચોરી માટે બાઈક કે રિક્ષા લઈને કાર શોધવા જતો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે પકડાયેલો પરપ્રાંતિય ચોર - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે પકડાયેલો પરપ્રાંતિય ચોર
  • આરોપી શાહીબાગ, રામોલ, અડાલજ તથા ગાંધીનગર અને કલોલમાં કારમાંથી ચોરી કરી ચૂક્યો
  • ભીડવાળી જગ્યાઓ પર પણ લોકોના ખિસ્સામાંથી પર્સ તથા બેગ ચોરી કરવાની ટેવ ધરાવતો

અમદાવાદ શહેરમાં ગિગોલથી કારના કાચ તોડીને ચોરી કરતો યુવક ઝડપાયો છે. આ પરપ્રાંતિય યુવક છેલ્લા ત્રણેક મહિનાથી શહેરમાં રહેવા આવ્યો હતો અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાર્સમાંથી રોકડ અને દાગીના જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. આઉ ઉપરાંત ભીડવાળી જગ્યાઓ પર તકનો લાભ ઉઠાવીને પાકિટો અને કપડાં ભરેલી બેગની પણ ચોરી કરતો હતો. પોલીસને આરોપી પાસેથી 85 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસના હાથે ઝડપાયો ચોર
શહેરના ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંગ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકે મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સૂચના આપી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુબેરનગર ગરનાળા પાસેથી તેલંગણા મૂળના સુનિલ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 45 હજારની કિંમતની સોનાની ચેઈન, મોબાઈલ તથા એક બાઈક મળીને કૂલ 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદ, ગાંધીનગરમાં ચોરીને અંજામ આપ્યા
પોલીસ દ્વારા પૂછપરછ કરવા પર આરોપીએ જણાવ્યું હતું કે, તે ત્રણ મહિનાથી અમદાવાદમાં રહેવા આવ્યો છે. પોતાની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તે કારની ગાડીઓના કાચને તોડીને તેમાંથી રોકડ તથા દાગીનાઓ સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતો હતો. આરોપીએ અમદાવાદના શાહીબાગ, રામોલ, અડાલજ તથા ગાંધીનગર અને કલોલમાં કારના કાચ તોડીને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેમાં રોમાલ અને કલોલમાં તેણે સોનાની ચેઈન, રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન ચોરી કર્યા હતા.

કેવી રીતે આપતો ગુનાને અંજામ?
આરોપી સુનિલ પોતાની બાઈક અથવા રિક્ષા લઈને ચોરી કરવા જુદી જુદી જગ્યાએ પાર્ક કરેલી ગાડીઓમાં નજર કરતો. જે કારમાં બેગ હોય તેવી ગાડીઓના કાચને પહેલા ગિલોલથી તોડતો પછી દરવાજો ખોલીને બેગ લઈને ત્યાંથી ફરાર થઈ જતો. આ ઉપરાંત તે ભીડવાળી જગ્યાઓ પર પણ લોકોના ખિસ્સામાંથી પર્સ તથા બેગ ચોરી કરવાની ટેવ ધરાવતો હતો.