તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું વધતું સંક્રમણ:અમદાવાદ સિવિલમાં બે દિવસમાં 800 બેડ ભરાઈ જવાની ચેતવણી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • 24 કલાકમાં સિવિલમાં જ કોરોનાના નવા 109 દર્દી દાખલ
 • સિવિલના સુપરિટેન્ડેન્ટે કહ્યું, કેસ વધવાની હાલની ગતિ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વણસશે, ખાનગી હોસ્પિટલોમાં 1541 દર્દી

શહેરમાં ‌વધતાં જતા કોરોનાના કેસને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમજ હવે સામાન્યથી મધ્યમ લક્ષણોથી સાથે ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીની સંખ્યા પણ વધી રહી છે.

સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીના જણાવ્યા અનુસાર, આ ઝડપે કેસમાં વધારો થશે તો 2થી 3 દિવસમાં 1200 બેડ હોસ્પિટલમાં દાખલ દર્દીનો આંકડો 800એ પહોંચી જશે. છેલ્લાં 24 કલાક દરમિયાન સિવિલમાં 109 દર્દી દાખલ થયા છે, તેમજ હવે ઓક્સિજન અને બાયપેપની જરૂર હોય તેવાં દર્દીની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં 401 દર્દી દાાખલ છે, જેમાંથી 10 વેન્ટિલેટર, 25 બાયપેપ પર તેમજ 230થી વધુ દર્દી ઓક્સિજન પર છે.

ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની સંખ્યા વધી રહી છે. હાલ કુલ 1541 બેડ પર દર્દી સારવાર હેઠળ છે. જેમાં ગંભીર કહી શકાય તેવાં 108 દર્દી વેન્ટિલેટર પર છે. આઇસોલેશનમાં 573, એચડીયુમાં 643, વેન્ટિલેટર વિનાના આઇસીયુમાં 217 દર્દી સારવાર હેઠળ છે.

IIMમાં વધુ 8 વિદ્યાર્થી પોઝિટિવ
આઇઆઇએમ કેમ્પસમાં છેલ્લા ત્રણ દિવસમાં 228 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાંથી 23 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આઇઆઇએમ કેમ્પસમાં પોઝિટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. 27 માર્ચે વધુ 8 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. બીજી તરફ આઇઆઇટી ગાંધીનગરના 25 વિદ્યાર્થી પોઝિટિવ આવતા કેમ્પસમાં તમામ વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા હતા પણ વધુ કોઈ પોઝિટિવ કેસ મળ્યો ન હતો.

સતત ત્રીજા દિવસે કેસ 600ને પાર, વધુ બે મોત
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 607 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કેસનો આંકડો 600થી વધુ જ રહ્યો છે. સરકારના દાવા મુજબ આગામી એક અઠવાડિયામાં કેસ નિયંત્રણમાં આવી શકે છે. રવિવારે શહેરની જુદીજુદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા 581 દર્દીને રજા આપવામાં આવી હતી.

શહેરમાં જે લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પણ સમાન્ય ચિહ્નો દેખાય છે તેવાને હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને નાગરિકો ઉપર કેટલાક કડક નિયંત્રણો પણ મૂક્યા છે તેના કારણે કેસો ઘટી શકે છે.

વધુ 13 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં

 • દિવ્યજીવન લાઈફ સ્ટાઈલ-1, 401થી 405, નિકોલ
 • સામર્થ્ય રેસિડન્સી, ડી 201થી 204, ચાંદખેડા
 • નિશાન રેસિડન્સી, ઈ બ્લોક, બીજો માળ, રાણિપ
 • મોતીબાગ સોસાયટી, ઘર નંબર 33થી 36, ઘોડાસર
 • ગીરીરાજ ટેનામેન્ટ, ઘર નંબર એ 38, એ 39 અને બી 39, ઘોડાસર
 • દિપમાલા સોસાયટી, ઘર નંબર 45થી 56, વટવા
 • સ્નેહ સુકુન એપાર્ટમેન્ટ, મણિનગર
 • ઓર્કિડ ડિવાઈન, 10મો માળ, ડી બ્લોક, જોધપુર
 • વિનસ પાર્ક, પહેલો માળ, બ્લોક એમ, વેજલપુર
 • સવિતા ગોવિંદ પ્લાઝા, બી બ્લોકના 1, 2, 5, 6 માળ, બોડકદેવ
 • પ્રગતી સેવી સ્વરાજ ફેઝ-2, 5મો માળ ઈ બ્લોક, 5 અને 13મો માળ એફ બ્લોક, છઠ્ઠો માળ એલ બ્લોક, ગોતા
 • વંદેમાતરમ સિટી, પહેલો માળ બી, એફ બ્લોક, 3જો માળ ડી, જે બ્લોક, 5મો માળ કે, એમ બ્લોક, ચાંદલોડિયા
 • રંગઉપવન બંગલો, બી 7થી સી 11 અને બી 8થી સી 12, ઘાટલોડિયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો