કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્રએ મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક એમ 6 રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કેન્દ્રએ આ રાજ્યોને વધતા કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે જણાવ્યું છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન પર ધ્યાન આપવાની સલાહ આપી છે. ત્યારે વિધાનસભમાં 116 હેઠળ આરોગ્ય મંત્રીને અર્જુન મોઢવાડિયાએ આરોગ્યમંત્રીનું ધ્યાન દોરીને જાહેર હતું. તાજેતરમાં રાજ્યમાં H3N2ફ્લૂના કારણે શરદી, તાવ, ઝાડા, ઉલટી તેમજ ખાંસીના કેસોમાં ખૂબ જ વધારો થયો છે, આ વાયરસ બાળકો, વૃધ્ધો સહિત તમામને થઇ રહ્યો છે, તેના કારણે કોરોના બાદ હાલમાં નાગરિકોમાં H3N2 ફ્લૂનો ભય ફેલાયેલો છે. ત્યારે H3N2 ફ્લૂને ફેલાતો અટકાવવા સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગે માહિતી જાહેર કરવા જણાવ્યું હતું.
AMCની તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMCની તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને AMCના મેડિકલ અધિકારીઓ હવે ઘરે જઈને રેપિડ ટેસ્ટ શરૂ કરશે. ટેસ્ટ દરિમયાન શંકાસ્પદ લક્ષણો લાગશે તો તે વ્યક્તિને તાત્કાલિક પણે સારવાર શરૂ કરવામાં આવશે. એસ.વી.પી, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ ઓક્સિજન બેડ અને દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 7 સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટેસ્ટિંગથી લઈને તમામ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. જ્યારે હાલમાં એલ.જી અને શારદાબેન હોસ્પિટલની અંદર H3N2 ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો
સુરતમાં સિઝનલ ફ્લૂના કેસોની સાથે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરી શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના અને H3N2ને લઇ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
સુરતમાં ધીમે ધીમે સ્વીટ સિઝનલ ફ્લૂની સાથે વધતા કોરોનાના કેસોને લઈ સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે કોરોના અને H3N2 માટે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સિઝનલ ફ્લૂના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સિઝનલ ફ્લૂના દર્દીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. તમામ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ રાખવામાં આવ્યો છે.
રાજકોટમાં સિવિલમાં H3N2નો ખાસ આઇસોલેશન વોર્ડ
કોરોનાના કેસમાં વધારો થતા રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ટેસ્ટિંગ વધારવા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપી દીધી છે. શહેરમાં 1 માર્ચથી 16 માર્ચ સુધીમાં 2587 ટેસ્ટ થયા છે. જેમાં 33 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ નવા વાઈરસ H3N2ની દહેશત પણ રાજકોટમાં મંડરાઈ રહી છે. જેને ધ્યાને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
H3N2 વાઈરસને લઈ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
H3N2 વાઈરસને લઈ રાજકોટનું સિવિલ તંત્ર પણ તૈયાર હોવાનું સિવિલ અધિક્ષક ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે કે, હાઇરિસ્કમાં રહેલા તબીબોને H1N1 ફ્લૂની રસી આપવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લૂના કેસોમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી તેમજ આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. વાઈરસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 500 જેટલી ટેસ્ટિંગ કીટની પણ માગણી સરકાર પાસે કરવામાં આવી છે.
ઇન્ફ્લુએન્ઝા-એ રોગની ગુજરાતમાં સ્થિતિ
હાલમાં રાજ્યમાં સિઝનલફ્લૂના કેસો જોવા મળેલાં છે, જેમાં H1N1 ટાઈપ તથા H3N2ના કેસો નોંધાયેલા છે. H1N1 અને H3N2એ ઇન્ફ્લુએન્ઝા-એના ટાઈપ છે. આ બંને પ્રકારમાં મરણનો દર ખૂબ જ ઓછો હોય છે. તમામ વાઈરલ ફીવરના રોગોમા દર્દીને દિન-7 સુધી લક્ષણો જોવા મળે છે. તાવ અને શરદીના સામાન્ય લક્ષણોમાં સામાન્ય દવા લેવાથી પણ રોગમાં રાહત મળે છે. રાજ્યમાં તા 1.1.2023થી તા.13,3,2023 સુધીમાં ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ (GERMIS Portal) મુજબ 83 સિઝનલ ફ્લૂના પોઝિટિવ કેસ અને 1 મરણ નોંધાયેલું છે. જેમાં 80 H1N1 અને 3 H3N2 કેસો નોંધાયેલા છે. રાજ્યમાં H3N2થી એક પણ મરણ થયેલું નથી.
ભારત સરકારના 11.3.2023નાં પરિપત્રમાં ILI[ઈન્ફલુએન્ઝા લાઈક ઈલનેસ) તથા SARI (સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) કેસોનો સર્વે સઘન બનાવવા સૂચના કરેલું છે તથા કેસો અટકાવવાના પ્રચાર-પ્રસાર સઘન બનાવવા સૂચન કરેલા છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ સામાન્ય રીતે દરેક રાજ્યમાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આ વધારો જોવા મળે છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓ.પી.ડી.ની સંખ્યામાં10થી 15% નો વધારો જોવા મળેલો છે, અને ઈન્ડોર દર્દીમાં 3 થી 5% નો વધારો જોવા મળેલો છે. ઈન્ટિગ્રેટેટ હેલ્થ ઈન્ફર્મેશન પોર્ટલ (IHIP Portal) i એનાલિસિસિ મુજબ IL) (ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ) કેસોનો ટ્રેન્ડ ચાલુ અઠવાડિયામાં ઘટાડો માલૂમ થયો છે.
રાજય સરકાર દ્વારા અગમચેતીના રૂપે લીધેલા પગલાં
રાજયમાં રોગચાળાને ત્વરીત ઓળખવા અને તે અનુસાર પગલાં ભરવા માટે ઈન્ટિગ્રેટેડ ડિસિઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટર્ફોર્મ (IHIP)નાં માધ્યમથી II ઇન્ફ્લુએન્ઝા લાઈક ઈલનેસ) તથા SMRI (સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) કેસોનો નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે અને તે મોનિટરિંગના આધારે જરૂરી રોગચાળા અટકાયત પગલાં લેવામાં આવે છે તથા સારવાર આપવામાં આવે છે. તેમજ તમામ સિઝનલ ફ્લૂ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portalનાં માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવે છે.
રાજ્યમાં આ વર્ષની શરૂઆતથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તુર્તજ રોગ અટકાયત અને નિયંત્રણ માટેના પગલા સઘન કરવામાં આવેલા. આ રોગનાં અટકાયત માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિયત કરેલી માર્ગદર્શિકા અને ભલામણની અમલવારી કરવામાં આવી છે.અગમચેતીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 25.2.2023નાં રોજ તમામ જિલ્લા/કોર્પોરેશન કક્ષાએ સિઝનલ ફ્લૂના કેસો નોંધાવા પામે ત્યારે રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ આપેલી છે. જે અન્વયે તમામ સિવિલ હોરિપટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટિલેટર્સ, પી.પી.ઇ. કીટ અને મારકનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવેલો છે.
આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા તમામ રટાફને સિઝનલ ફ્લૂ અંગે તાલીમ આપવા જણાવેલું છે.સિઝનલ ફલુની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી દવાઓ, કેપ્સ્યૂલ ઓસેલ્ટામાવીર, પી.પી.ઈ. કીટ, એન-૫ માસ્ક, ટ્રીપલ લેયર મારક વગેરેના જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો ખાતે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રાખેલી છે.
સમગ્ર વિશ્વમાં સિઝનલફ્લૂની સારવાર માટે અપાતી અને ખુબ જ અસરકારક કેપ્સ્યૂલ. ઓસેલ્ટામાવીર દવા રાજ્યની બધી હોસ્પિટલો તેમજ દવાખાનાઓમાં ઉપલબ્ધ છે. કેપ્સ્યૂલ, ઓસેલ્ટામાવીર (75 મી.ગ્રા., 30 મી.ગ્રા., 45 મી.ગ્રા અને બાળકો માટેની સીરપ)નો પુલ 2,74,400 જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.
સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને ઉક્ત દવાનો કોર્સ જે અંદાજે 5થી 10 દિવસ સુધીનો હોય છે, તે વિનામૂલ્યે આપવામાં આવે છે. H1N1 અને H3N2ના બંને વાઈરલ ઇન્ફેકશનમાં એક જ પ્રકારની દવા આપવામાં આવતી હોય છે, જે રાજ્યમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા 11.3.2023ના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, સ્વાઇન ફલુના કેસોનો કોન્ટેક્ટ સર્વે તથા ગાઇક્લાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવેલા છે.અગ્ર સચિવ અને કમિશ્નર, આરોગ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 14,3,2023નાં રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા અને કોર્પોરેશનના તમામ વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, આરોગ્ય અધિકારી, તથા મેડિકલ કોલેજના અધિક્ષક, તમામને સિઝનલ ફ્લૂ અટકાયતી અને સારવાર કામગીરી તેમજ હોસ્પિટલોમાં સાઘન સામગ્રી અને જરૂરી માનવબળ ઉલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા સુચના આપેલી છે.15,3,2023નાં રોજ બર્પોરે 1 કલાકે તમામ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા અને મહાનગરપાલિકાના તમામ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને સિઝનલ ફ્લૂ રોગ અટકાયતી અને સારવાર માટેની તાલીમ આપવામાં આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.