ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:વાડજમાં યુવકની હત્યામાં સામેલ વોન્ટેડની ધરપકડ, 7 મહિના અગાઉ હત્યા કરી ફરાર થઈ ગયો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના વાડજ પાસેથી ઝડપી લીધો

શહેરના વાડજમાં સાત માસ અગાઉ એક યુવકને ઢોર માર મારી હત્યા કરીને ફરાર થયેલા આરોપીને જૂના વાડજ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. સાત માસ અગાઉ વાડજના રામાપીરના ટેકરા, કૃષ્ણનગરની ચાલીમાં રહેતા ભરત કાઠિયાવાડીની દિકરી પ્રિયાંશી દૂધ લેવા જતી હતી ત્યારે નીરવ સોલંકીએ તેને જોઈને બૂમાબૂમ કરી હોવાથી હંસિયો બાડિયો, ભરત કાઠિયાવાડી અને તેની પત્ની સહિત બે અજાણ્યા લોકોએ ભેગા મળીને નીરવને ઢોર માર માર્યો હતો. જેના કારણે નીરવનું મોત નિપજ્યું હતું.

વાડજ પોલીસે હસમુખ ઉર્ફે હંસિયો બાડિયો, ગાયત્રી તથા બે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. આ કેસમાં ફરાર આરોપી ભરત ઉર્ફે કાઠિયાવાડી મેવાડા પણ સામેલ હતો અને ફરાર હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.બી.ચૌધરીને મળેલી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને આરોપી ભરત ઉર્ફે કાઠિયાવાડીને ઝડપી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ નારણપુરામાં મર્ડર, 2016માં સાંણદમાં મર્ડર, 2017માં વાડજમાં દુષ્કર્મ, 2018માં મારામારી, 2019માં દુષ્કર્મમાં પકડાયેલો છે તથા 3 વખત પાસા પણ કાપી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...