તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:દેશભરમાં દેશી હથિયારો સપ્લાય કરતો વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ કહ્યું, મેરે સર મેં જિતને બાલ હૈ ઉતને તો હથિયાર બેચે હૈ

દેશભરમાં દેશી બનાવટના હથિયારો બનાવીને વેચાણ કરવાના સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી જગતસિંગ સરદારની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના સિંધાના ગામમાંથી ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 25 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના લોકો પોતાના વિસ્તારમાં ગેરકાયદે તમંચા અને પિસ્તોલ ખરીદ કરવા મધ્યપ્રદેશમાં આવતા હતા. તેમાં સારો એવો નફો મળતી હોવાથી જગતસિંગે પણ પોતે હથિયારો બનાવવાનું શરૂ કર્યું હતું. પોતાના ગામમાંથી ઇન્દોર હાઈવે પર નીકળતો અને ત્યાં આવતા જતા લોકોને હથિયારો વેચી દેતો હતો.અત્યારસુધીમાં તેણે કેટલા હથિયારો વેચ્યા તે પૂછતા તેણે કહ્યું કે, મેરે સર મે જિતને બાલ હે ઉતને હથિયાર બના કે બેચ ડાલે હે .

જંગલમાં બેસીને હથિયાર બનાવતો
જગતસિંહ હથિયાર બનાવવા માટે ભંગારના ડેલામાં કે હાર્ડવેરની દુકાનોમાંથી સામાન મેળવતો હતો. ત્યારબાદ તે ઘરે અથવા જંગલમાં જઈને હથિયાર બનાવતો હતો. જગત સામે ક્રાઇમ બ્રાન્ચમાં સાતથી વધુ ગુના નોંધાયા છે. આ ઉપરાંત તેની સામે અલગ અલગ રાજ્યોમાં પણ ગુના નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો