અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:જ્વેલર્સ પાસે હલકી ગુણવત્તાના દાગીના ગીરવે મૂકી વ્યાજે પૈસા લઈ ફરાર થઈ જતો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેતરપિંડીના આરોપીએ અલગ અલગ વિસ્તારમાં 12 ગુનાની કબૂલાત કરી

અમદાવાદમાં હલકી ગુણવત્તા વાળા દાગીના ગીરવે મૂકીને જવેલર્સ પાસેથી વ્યાજે પૈસા મેળવીને છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઈમ ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હીથી 40 ટચના દાગીના લાવીને અમદાવાદમાં અલગ દુકાનમાં આપીને મોટી રકમ મેળવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રાકેશ શર્મા નામના 62 વર્ષના આરોપીને પકડી પાડ્યો હતો. આ આરોપી રખિયાલ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો.

આરોપીને પકડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી દિલ્હી ચાંદની ચોકથી 40 ટચના દાગીના સસ્તામાં ખરીદીને અમદાવાદ લાવતો હતો અને પોતાના સાગરીતો સાથે મળીને અલગ અલગ જવેલર્સ વાળાઓને ત્યાં ગીરવે મૂકી પૈસા લઈ લેતો હતો. વ્યાજે પૈસા લઈને આરોપી ફરાર થઇ જતો હતો. આરોપીની ધરપકડ કરતા આરોપીને અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરેલ 12 ગુનાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ચાંદીના દાગીના પર સોનાનો ઢાળ ચઢાવીને ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવીને છેતરપિંડીના ગુનામાં પકડાયેલ છે. આરોપીએ કબુલ કર્યા સિવાય અન્ય ક્યાં અને કઈ જગ્યાએ ગુનાને અંજામ આપ્યું છે તે મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...