કોરોના સામે જંગ:કોરોનાનો ટેસ્ટ કરાવવો છે? આ રહ્યું અર્બન હેલ્થ સેન્ટરોનું લિસ્ટ, મફતમાં ટેસ્ટ કરાવી શકો છો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત શહેરના ગાર્ડન, મોલ, જાહેર સ્થળો પર પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. - Divya Bhaskar
અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત શહેરના ગાર્ડન, મોલ, જાહેર સ્થળો પર પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે.
  • AMC દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગની સ્ટ્રેટેજીથી અમદાવાદમાં કેસો વધવાની શક્યતા
  • અમદાવાદ શહેરમાં સાતેય ઝોનમાં આવેલાં 74 જેટલાં અર્બન હેલ્થ સેન્ટરનું લિસ્ટ જાહેર કરાયું

રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં દરરોજ અનેક કેસ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવા આવી છે. કોરોનાના ટેસ્ટ અર્બન હેલ્થ સેન્ટર પર લોકો જઈને કરાવી શકે છે, પરંતુ લોકોને અર્બન હેલ્થ સેન્ટર ક્યાં આવેલું છે એની જાણકારી હોતી નથી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અર્બન હેલ્થ સેન્ટરોનું લિસ્ટ બહાર પડાયું છે, ત્યાં મફતમાં ટેસ્ટ કરાવી શકાશે.

અમદાવાદમાં ફરી એગ્રેસિવ ટેસ્ટિંગની સ્ટ્રેટેજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના DYMC ડો. ઓમપ્રકાશ મછરાએ અમદાવાદ શહેરમાં સાતેય ઝોનમાં આવેલાં 74 જેટલાં અર્બન હેલ્થ સેન્ટરનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાં લોકો જઈ મફતમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકે છે. કોર્પોરેશન દ્વારા મોલ, ગાર્ડન, કડિયાનાકા જેવી અનેક જગ્યાએ ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લોકો આ અર્બન હેલ્થ સેન્ટર પર જઈ મફતમાં ટેસ્ટ કરાવી શકે છે. કોર્પોરેશનની સઘન ટેસ્ટિંગની સ્ટ્રેટેજી ફરી શરૂ થઈ છે, ત્યારે હવે કેસો પણ વધવાની શક્યતા છે.

શહેરના અર્બન હેલ્થ સેન્ટરનું લિસ્ટ

અમદાવાદમાં 378 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
હવે શહેરમાં કુલ 378 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. 381 વિસ્તારમાંથી ગઈકાલે 23 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 20 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 3, નોર્થ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 3, સેન્ટ્રલ ઝોનનો 1, સાઉથ વેસ્ટ ઝોનના 6, વેસ્ટ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

શહેર અને જિલ્લામાં કોરોનાના 33,902 કેસ અને 1,761નાં મોત
13 સપ્ટેમ્બરની સાંજથી 14 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 149 અને જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 168 અને જિલ્લામાં 25 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33,902 થયો છે, જ્યારે 27,894 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને મૃત્યુઆંક 1,761 થયો છે.

શહેર અને જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં 2397 પોઝિટિવ કેસ અને 46નાં મોત

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
કુલ2397461544
અન્ય સમાચારો પણ છે...