તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

May I Help You:​​​​​​​કર્ફ્યૂમાં રોડ પર રખડતાં-ભટકતા, ગરીબોની મદદે અમદાવાદ પોલીસ આવી, બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી

અમદાવાદ10 મહિનો પહેલા
ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વહારે અમદાવાદ શહેર પોલીસ અને NGO આવી - Divya Bhaskar
ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વહારે અમદાવાદ શહેર પોલીસ અને NGO આવી
  • શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું
  • કર્ફ્યૂ દરમ્યાન રોડ પર રખડતા, ભટકતા, ભિખારીઓને જમવાનું પહોંચાડવા પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો

કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા રાજ્ય સરકારે સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે. કર્ફ્યૂ દરમ્યાન રોડ અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક જમવાનું મળતું બંધ થઈ જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આવા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વહારે અમદાવાદ શહેર પોલીસ અને NGO આવી છે. આજે સવારથી અમદાવાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું. સવારે અને સાંજે એમ બંને ટાઈમ પોલીસ જમવાનું આપશે.

શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવશે
ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ દરમ્યાન રોડ પર રખડતા, ભટકતા, ભિખારીઓને જમવાનું પહોંચાડવા આદેશ કરતા લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવશે. આજે સવારથી દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જશે અને તેમના વિસ્તારમાં રખડતાં, ભટકતાં લોકો, ભિખારી અને ગરીબોને જમવાનું આપશે.

શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવશે
શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવશે
રિવરફ્રન્ટ વેસ્ટ પોસ્ટ વિસ્તારના રામ ઝરુખામાં જરૂરિયાતમંદને પોલીસ દ્રારા ફૂડ પેકેટનું વિતરણ
રિવરફ્રન્ટ વેસ્ટ પોસ્ટ વિસ્તારના રામ ઝરુખામાં જરૂરિયાતમંદને પોલીસ દ્રારા ફૂડ પેકેટનું વિતરણ

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હજારો લોકો રોડ પર રહે છે
શાહીબાગ પોલીસ દ્વારા શાહીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હજારો લોકો રોડ પર રહે છે. લોકડાઉન સમયે આ રીતે તેઓને જમવાની સમસ્યાઓ થતા અમદાવાદ પોલીસ અને અલગ અલગ NGO દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આજે કરી કર્ફ્યૂના સમયમાં અમદાવાદ પોલીસ આવા ગરીબની મદદે આવી છે અને તેઓને જમવાનું પહોંચાડી રહી છે.

ફૂટપાથ પર રહેતા લોકોને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું
ફૂટપાથ પર રહેતા લોકોને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું
પોલીસ અને અલગ અલગ NGO દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું
પોલીસ અને અલગ અલગ NGO દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું
કર્ફ્યૂ દરમ્યાન રોડ અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક જમવાનું મળતું બંધ થઈ ગયું છે
કર્ફ્યૂ દરમ્યાન રોડ અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક જમવાનું મળતું બંધ થઈ ગયું છે
દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જશે
દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જશે
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હજારો લોકો રોડ પર રહે છે
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હજારો લોકો રોડ પર રહે છે
કર્ફ્યૂમાં કડક થતી પોલીસ માનવતા પણ દાખવી શકે છે
કર્ફ્યૂમાં કડક થતી પોલીસ માનવતા પણ દાખવી શકે છે
પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે
પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે

કર્ફ્યૂમાં કડક થતી પોલીસની માનવતા
કોરોનાનાં કારણે શહેરમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો પણ રસ્તા પર રહેતા લોકોની સ્થિતિ તો એવીને એવી જ છે. લોકો પોતાના પરીવાર સાથે ઘરમાં છે. ઘણા જેને ઉપર આભ અને નીચે જમીન સિવાય કશું નથી. ત્યારે તેમના માટે કરફ્યમાં શુ કરવું તેના કરતા ક્યાં જમીશું તે મહત્વનું છે. ત્યારે આવા સમયે પોલિસ તેમના મદદે આવી છે. શહેરમાં એવા લોકો છે જેમના માટે આ સૌથી કપરા દિવસો છે તેમને કોઈ મદદ કરે તો એક ટાઈમ જમવાનું મળી જય છે પણ આ કરફ્યુમાં તો કોઈ મદદ મળે એવી આશા પણ નથી. શહેરના ફૂટપાથ પર રહેતા લોકોની શહેરમાં હજારોની સંખ્યા છે ત્યારે પોલીસે તેમની મદદ માટે પહેલ કરી છે. ક્યાંક પોલીસે બાળકોને માસ્ક પહેરાવ્યા છે તો ક્યાંક લોકોને જમવાનું પહોચાડ્યું છે. ત્યારે આ મદદ માટે પોલીસની કામગીરી બિરદાવવામાં આવી રહી છે.