તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસનો કહેર અમદાવાદમાં યથાવત છે. મંગળવારે વધુ 266 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 6238 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાનાં હોટસ્પોટ બનેલા કોટ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોના કહેર કોટ વિસ્તારના જમાલપુર, દરિયાપુર, કાલુપુર સહિતના 6 વિસ્તારોમાં એટલી હદે ફેલાઈ ગયો છે કે શહેરના આખા પશ્ચિમ વિસ્તારમાં જેટલા કુલ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે તેના કરતાં પણ વધુ દર્દીઓ કોટ વિસ્તારમાં નોંધાયા છે. આખા પશ્ચિમ વિસ્તારમાં આવતા ત્રણ ઝોન અને પૂર્વ વિસ્તારના એક ઝોન કરતા પણ વધુ કેસ કોટ વિસ્તારમાં આવેલા 6 વિસ્તારમાં નોંધાયા છે. શરૂઆતમાં જ કોટ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું હતું ત્યારે કોર્પોરેશન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કડક રીતે લોકડાઉન અને કન્ટેન્ટમેન્ટ ઝોનની કાર્યવાહી ન કરવામાં આવતા જૂનું અમદાવાદ કોરોનાનાં ભરડામાં આવી ગયું છે.
કોટ વિસ્તારના 6 વિસ્તારમાં 2158 કેસો નોંધાયા
શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે, જેમાં કોટ વિસ્તાર વધુ અસરગ્રસ્ત બન્યું છે. કોર્પોરેશનના આંકડા મુજબ 11 મે સુધીમાં કોટ વિસ્તારમાં આવતાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, કાલુપુર, અસારવા, શાહપુર અને શાહીબાગમાં કુલ પોઝિટિવ કેસ 2158 નોંધાયા છે. જ્યારે શહેરના સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં કુલ 978 કેસ નોંધાયા છે. પૂર્વ વિસ્તારમાં ગણાતા ઉત્તર ઝોનમાં પણ કુલ 788 કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં પણ કુલ 540 કેસ થયા છે. પશ્ચિમ ઝોનના 18 વોર્ડ (વિસ્તાર), ઉત્તર ઝોનના 8 વોર્ડ અને પૂર્વ ઝોનના 4 વોર્ડ મળી કુલ 39 જેટલા વોર્ડના પોઝિટિવ કેસ ગણીએ તેના કરતાં પણ વધુ કેસ મધ્ય ઝોન (કોટ વિસ્તારમાં) નોંધાયા છે.
આખો કોટ વિસ્તાર કોર્ડન કરાયો હોત તો સ્થિતિ બગડી ન હોત
શહેરનું જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં કેસો વધતા કોર્પોરેશનએ પોલીસતંત્ર સાથે મળી અને જેમ અત્યારે બે બ્રિજ સિવાયના તમામ બ્રિજ બંધ કર્યા છે. જો આ બંને બ્રિજ પણ પહેલાં બંધ કરી આખો કોટ વિસ્તાર જો કોર્ડન કરી અને અવરજવર જ પ્રતિબંધિત કરી દીધી હોત તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં કેસો વધ્યા ન હોત. જો કે કોર્પોરેશને માત્ર ચેકપોસ્ટ ઊભી કરી લોકોને બહાર જવા દેવા પર પ્રતિબંધ ન લગાવતા આજે કોટ વિસ્તાર ભરડામાં આવી જ ગયું છે. સાથે સાથે દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર અને ઇસનપુર હવે હોટસ્પોટ બની રહ્યા છે. જો હજી કોર્પોરેશન માત્ર રેડઝોન જાહેર કરી પોલીસ સાથે મળી કડક હાથે પગલાં નહીં લે ત્યાંથી અવરજવર પર પ્રતિબંધ નહીં લાવે તો અન્ય વિસ્તારોમાં ચોક્કસ કેસોની સંખ્યામાં વધારો થશે.
આંકડા 11 મે સુધીના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા
ઝોન | સંખ્યા |
મધ્ય ઝોન (6 વોર્ડ) | 2158 |
પશ્ચિમ ઝોન (9 વોર્ડ) | 577 |
દક્ષિણ પશ્ચિમ ઝોન (5 વોર્ડ) | 184 |
ઉત્તર પશ્ચિમ ઝોન (4 વોર્ડ) | 217 |
ઉત્તર ઝોન (8 વોર્ડ) | 788 |
પૂર્વ ઝોન (માત્ર ચાર વોર્ડની સંખ્યા) | 343 |
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.