તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજ્યમાં 21મી જૂનથી વોક ઇન વેક્સિનેશન મળી શકે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થોડા દિવસમાં સત્તાવાર જાહેરાત કરાશે
  • 1 લાખ ડોઝ પણ વધારાશે : નાયબ મુખ્યમંત્રી

રાજયમાં વેકસીનેશનની ગતિ વધારવા માટે રાજય સરકાર દ્વારા એડવાન્સ રજીસ્ટ્રેશન કરવાની પધ્ધતિ વૈકલ્પિક કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વેકસીન વધુ માત્રામાં પુરી પાડે તેના પર નિર્ભર છે, 21મી જુનથી અમલ કરવાની વિચારણા છે,છતા સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

વેકસીનમાં ગતિ લાવવામાં અને ગ્રામિણ નાગરિકોને વેકસીનેશનનું રજીસ્ટ્રેશન કરાવવામાં તકલીફ પડે છે. જેથી સરકારે વેકસીનેશન લેવા રજીસ્ટ્રેશન કરવાની પધ્ધતિ વૈકલ્પિક રાખવાનું નક્કી કર્યુ છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં વેકસીન લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

હવે આ પધ્ધતિ વૈકલ્પિક બનશે. સુત્રોના પ્રમાણે જિલ્લા કક્ષાએ રજીસ્ટ્રેશન કરાવવું કે નહીં તે નક્કી થશે અથવા અમુક સમય સુધી રજીસ્ટ્રેશન કરાવનાર વ્યકિત અને પછી અમુક સમય રજીસ્ટ્રેશન ન કરાવનાર વ્યકિતને વેકસીનેશન અપાશે. દરમિયાનમાં 1 લાખ ડોઝ વધારાય તેવી પણ શકયતા વ્યકત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...