તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબુ વેઇટિંગ:કાચા લાઇસન્સ માટે ખોખરા ITIમાં 1 મે સુધીનું વેઇટિંગ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • RTOમાં કામગીરી શરૂ કરવા CMને રજૂઆત
 • સુરતની એક ITIમાં પણ ત્રણ મહિનાનું વેઇટિંગ

કાચા લાઇસન્સ માટે ખોખરા આઇટીઆઇમાં પહેલી મે સુધી એપોઇમેન્ટ મળતી નથી. જ્યારે સરસપુર અને સરખેજ આઇટીઆઇમાં 10થી15 દિવસનું જ વેઇટિંગ છે. ખોખરા આઇટીઆઇમાં મણિનગર સહિત આસપાસના 10 વિસ્તારના લોકો કાચા લાઇસન્સની પરીક્ષા આપે છે. આ વિસ્તારના લોકોએ કાચા લાઇસન્સની પરીક્ષા આપવા અન્ય આઇટીઆઇમાં જવું પડશે કે, કાચા લાઇસન્સ માટે 3-4 માસ રાહ જોવી પડશે. સુરતની એક આઇટીઆઇમાં પણ ત્રણ મહિનાનું વેઇટિંગ છે.

સ્કૂલ-કોલેજો શરૂ થવાની સાથે ખાનગી કચેરીઓમાં કામગીરી શરૂ થઇ છે, જેથી કાચા લાઇસન્સ માટે અરજદારોની સંખ્યા વધશે. હાલ અમદાવાદમાં મોટાભાગની આઇટીઆઇમાં 10થી15 દિવસનું વેઇટિંગ છે. માત્ર ખોખરામાં જ ત્રણ-ચાર મહિનાનું વેઇટિંગ છે. લોકોની સુવિધા માટે આરટીઓમાં કામગીરી શરૂ કરવા ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસ એસો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો