તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધરાતે સ્મશાનમાં દિવ્યભાસ્કર:24 કલાક ધમધમી રહેલા થલતેજ સ્મશાનગૃહમાં એકબાજુ અગ્નિદાહ માટે લાઈન, બીજીબાજુ એક જ એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો લવાયા

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
 • એક તરફ હોસ્પિટલમાં મોતમાં વધારો, ત્યારે મોત બાદ પણ મલાજો નથી જળવાતો

શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અમદાવાદના સ્મશાનગૃહમાં લાશોનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કેટલાક સ્મશાનગૃહ તો 24 કલાક ચાલી રહ્યા છે ત્યારે દિવ્યભાસ્કરે મધરાતે થલતેજના સ્મશાનગૃહમાં જઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા સ્મશાનગૃહની બહાર ત્રણ-4 શબવાહીનીઓ ઉભી હતી. જ્યારે સ્મશાનગૃહની અંદર પણ લાશોના અગ્નિસંસ્કાર ચાલી રહ્યા હતા. આ દરમિયાન જ એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો આવતા દિવ્યભાસ્કરે આ એમ્બ્યુલન્સની અંદરના ફૂટેજ લઈને રિયાલિટી ચેક કરી હતી.

એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાના બે મૃતદેહ થલતેજ સ્મશાનમાં લાવવામાં આવ્યા છે.
એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાના બે મૃતદેહ થલતેજ સ્મશાનમાં લાવવામાં આવ્યા છે.

કોવિડના દર્દીઓના મૃતદેહોને સીધા સ્મશાનમાં લઈ જવાય છે
શહેરમાં સ્મશાનમાં નીરવ શાંતિની જગ્યાએ બહાર લોકોનાં ટોળાં ઊભાં હોય એવાં દૃશ્યો વધુ પ્રમાણમાં જોવા મળે છે. હાલના સમયમાં કોરોના ફરી ટોપ પર છે અને એનાથી અતિ ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં વધુ આવી રહ્યા છે, જેને લીધે મોતનો આંકડો પણ ઊંચે જઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓને મોત બાદ તેમના મૃતદેહો સીધા સ્મશાનમાં લઈ જવામાં આવે છે, પણ સ્મશાનમાં પણ વેઈટિંગ છે. આ સ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે એમ્બ્યુલન્સમાં એકસાથે બે મૃતદેહ લાવવા પડી રહ્યા છે.

એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોવાથી એકસાથે બે મૃતદેહ લાવવામાં આવ્યા
શુક્રવારે રાતે થલતેજ સ્મશાન પાસે આવેલી એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ લાવવામાં આવ્યા હતા અને એનો આ વિડિયો પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આ 2 મૃતદેહ સોલા સિવિલમાંથી લાવવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોવાથી આ પ્રકારે એક જ એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ લાવવામાં આવ્યા હતા.

ગાંધીનગરના સ્મશાન બહારના એમ્બ્યુલન્સની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
ગાંધીનગરના સ્મશાન બહારના એમ્બ્યુલન્સની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

ગાંધીનગરમાં 4 કોવિડ દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં હતા
ગાંધીનગરમાં 24 અને 25 નવેમ્બરે કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું સરકાર અને ગાંધીનગર જિલ્લા પંચાયતે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું પરંતુ બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા એકસાથે 4 દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું હતું. ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લવાતાં સિવિલ હૉસ્પિટલ તંત્ર મોતનો મલાજો પાળવાનું ચૂક્યું હોવાનો રોષ ફેલાયો હતો. જોકે, મૃત દર્દીઓના પરિવારજનોની સંમતિથી આ રીતે મૃતદેહ લઈ જવાયા હોવાનું સિવિલ તંત્ર અને ખુદ મૅયરે કહ્યું હતું. બીજી તરફ એક મૃતકના પુત્રે આવી કોઈ જ મંજૂરી ન લેવાઈ હોવાનું કહેતાં તંત્રનું વધુ એક જુઠ્ઠાણું પકડાયું છે.

4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.
4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં હતા
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશો આપ્યા હતા. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને સરગાસણ સ્થિત અંતિમધામમાં કોવિડના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સિવિલ હૉસ્પિટલની એક જ શબવાહિનીમાં કોવિડના 4 મૃતદેહ લઈ જવા અંગે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. નિયતિબહેન લાખાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડના મૃતક દર્દીઓનાં સગાંની મંજૂરીથી લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો