તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Waiting For 36 To 48 Hours Even In A Private Lab In Ahmedabad; As The Rush For Tests Increased, Many Laboratories Stopped Offering Home Sampling Services

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTPCR માટે કલાકોનું વેઇટિંગ:અમદાવાદની ખાનગી લેબમાં પણ 36થી 48 કલાક સુધીનું વેઈટિંગ; ટેસ્ટ માટે ધસારો વધતાં અનેક લેબોરેટરીએ હોમ સેમ્પલિંગની સેવા બંધ કરી

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાના કેસ વધતા લોકો ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટે લાઈનો લગાવી રહ્યાં છે ત્યારે હવે સરકારે મુસાફરો માટે પણ RT-PCR ટેસ્ટ ફરજીયાત કર્યો છે આ કારણે શહેરની ખાનગી લેબોરેટરીમાં RT-PCR રિપોર્ટ મોડામાં મોડો 24 કલાક સુધી મળી જતો હતો હવે તેને આવતા 36થી 48 કલાકનો સમય લાગી રહ્યો છે. લોકોને અર્જન્ટ રિપોર્ટ મળવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે.

આંબાવાડી, મણિનગર, પાલડી, બાપુનગર સ્થિત જુદીજુદી કોરોના ટેસ્ટિંગ લેબમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી RT-PCR ટેસ્ટ કરાવવા આવતા લોકોનો ઘસારો વધ્યો છે આ કારણે મોટાભાગની લેબોરેટરીએ હોમ સેમ્પલિંગની સેવા બંધ કરી દીધી છે. રૂબરૂ આવી જે લોકો લેબોરેટરીમાં સેમ્પલ આપી રહ્યાં છે તેમને જ પ્રાયોરિટી આપી રિપોર્ટ કાઢવામાં આવી રહ્યોં છે. આંબાવાડીની એક જાણીતી લેબોરેટરીના માલિકે કહ્યું કે, લેબોરેટરી પર આવતા લોકોને ઉતાવળ નહીં કરવા અને 36થી 48 કલાક રિપોર્ટ માટે રાહ જોવા સમજાવી રહ્યાં છીએ.

ટેસ્ટ માટે આવનારામાં 50% મુસાફરો હોય છે
બાપુનગરમાં લેબોરેટરી ચલાવતા એક પેથોલોજિસ્ટે કહ્યું , સેમ્પલો વધારે આવે છે એવી સ્થિતમાં અમારા માટે એક્યુરેસિ રાખવી પણ એટલી જ જરૂરી છે. તે માટે ટેસ્ટિંગ માટે આવતા લોકોને ખોટી ઉતાવળ નહીં કરવા લેબોરેટરી ઉપર કાઉન્સિલરો પણ નિયુક્ત કર્યા છે. હાલ RT-PCR ટેસ્ટ કરાવવા આવતા લોકોમાં 50 ટકા મુસાફરો હોય છે જેમણે પોતાની મુસાફરી દરમિયાન રિપોર્ટ સાથે રાખવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો