લોકાર્પણ:અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટેની વીએસ હોસ્પિટલ ફરી એકવાર શરૂ, 13 સુપર સ્પેશિયાલિટી OPDનું લોકાર્પણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં વધુ 50 દર્દીઓના બેડ સાથે હવે 380 ઓક્સિજન બેડની સેવા મળી રહેશે

અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટેની વીએસ હોસ્પિટલ ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે આજે સાંજે વી એસ હોસ્પિટલની 13 સુપર સ્પેશિયાલિટી OPDનું મેયર કિરીટ પરમાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો અને વીએસ હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળના હોદ્દેદારોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વી એસ હોસ્પિટલના પ્રાંગણમાં નેસ્લે ઇન્ડિયા કંપની દ્વારા રૂ. 65 લાખના ખર્ચે આપવામાં આવેલી ઓક્સિજન ટેન્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં વધુ 50 દર્દીઓના બેડ સાથે હવે 380 ઓક્સિજન બેડની સેવા મળી રહેશે.

વીએસ હોસ્પિટલમાં 13 સુઓર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થતાં જ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને વધુ લાભ અને નિઃશુલ્ક સારવાર મળી રહેશે. SVP હોસ્પિટલ શરૂ થતાં વી એસ હોસ્પિટલ બંધ થવાના આરે હતી. પરંતુ લોકોની અને વિપક્ષની માગને ધ્યાનમાં રાખીને વી એસ માં ફરી આ નવી અત્યાધુનિક સુવિધાઓના લીધે લોકોને ફાયદો થશે. શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ સહિતના પદાધિકારીઓ એ લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...