તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Voluntary Shutdown Of Jewelers Association Of Ahmedabad, More Than 13 Thousand Cases Of Corona And 137 Deaths In The State, The Number Of Active Cases Crossed 92 Thousand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:અમદાવાદના જ્વેલર્સ એસોસિયેશનનું સ્વૈચ્છિક બંધ, રાજ્યમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ અને 137નાં મોત, એક્ટિવ કેસનો આંકડો 92 હજારને પાર

18 દિવસ પહેલા

નમસ્કાર!
કોરોનાના કહેરને પગલે પાલનપુરમાં વેપારીઓ દ્વારા આજથી પાંચ દિવસનો જનતા કર્ફયૂ. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરાશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,081374.87
ડોલરરૂ.74.95-0.51

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

49,500--

આ 3 ઘટના પર રહેશે નજર

1) અમદાવાદના જ્વેલર્સ એસોસિયેશન દ્વારા આજથી 3 દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. 2) કોરોનાના કહેરને પગલે પાલનપુરમાં વેપારીઓ દ્વારા આજથી પાંચ દિવસનો જનતા કર્ફ્યૂ. 3) અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં કાબૂ બહાર કોરોના, પહેલીવાર 13 હજારથી વધુ કેસ અને 137નાં મોત, એક્ટિવ કેસનો આંકડો 92 હજારને પાર

રાજ્યમાં 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 13,105 નવા કેસ નોંધાયા છે તેમજ 137 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 5,010 દર્દીએ કોરોનાને માત આપી છે તેમજ રિક્વરી રેટ ઘટીને 78.41 ટકા થયો છે. સતત 23મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 92 હજારને પાર કરી ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે, હાલ ટ્રાફિક નિયમોના ભંગનો દંડ ન લેવા CMનો આદેશ
હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. આખા રાજ્યમાં હવેથી પોલીસ વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાના દંડ સિવાય અન્ય બીજા કોઈ દંડની વસૂલાત નહીં કરે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) આયવર મેક્ટિન અને ફેબી ફ્લૂ ક્લિનકલ પ્રોટોકોલમાં સામેલ, ઊંધા ઊંઘશો તો કોરોનામાં લાભ થશે, ઘરે પણ માસ્ક પહેરો
રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા રાજ્ય સરકારે કોવિડ ટાસ્કફોર્સ બનાવી છે. આ ટાસ્કફોર્સ દ્વારા કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આજે કોવિડ ટાસ્કફોર્સના સભ્યોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કોવિડ ટાસ્કફોર્સે આયવર મેક્ટિન અને ફેબી ફ્લૂ(ફેવિપિરાવિર) ક્લિનકલ પ્રોટોકોલમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ ઘરે પણ માસ્ક પહેરવા અને ઊંધા ઊંઘવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમરેલી ભાજપના નેતા અશ્વિન સાવલિયાના પુત્રના વરઘોડામાં ઊડ્યા નિયમોના ધજાગરા, વીડિયો વાઈરલ થતાં લોકોએ ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં વધતા કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારે જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને લગ્નપ્રસંગમાં પણ ફક્ત 50 લોકોની મંજૂરી આપવામા આવી છે. જોકે અમરેલી જિલ્લામાં આ નિયમ જાણે ભાજપના નેતાને લાગુ ના પડતો હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે. ભાજપનેતા અશ્વિન સાવલિયાના પુત્રના વરઘોડામાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઊડતા સવાલો ઊઠ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટ સિવિલમાં લાંબું વેઇટિંગ, દર્દીને બચાવવા સ્વજનનાં વલખાં, કોઈએ ઓક્સિજનના બાટલા પકડ્યા તો કોઈએ પૂઠાથી હવા નાખી
રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં રોજ 700થી વધુ કેસ નોંધાય રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલ ફુલ થઇ ગઈ છે, ત્યારે નવા દર્દીઓ પોતાના ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવી લાઇનમાં ઊભા રહે છે. સિવિલ હોસ્પિટલમાં 12-12 કલાક વીતવા છતાં પણ વારો આવતો નથી. ત્યારે દર્દીઓનાં સગાં કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે. કોઇ ઓક્સિજનના બાટલા પકડી રાખે છે તો કોઇ દર્દીના નાકમાં ઓક્સિજનની નળી નીકળી ન જાય એ માટે પકડી રાખે છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો