ફરી વેપાર ઠપ:લોકોએ નહિ પણ નેતાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, વસ્ત્રાપુર, સાબરમતી, રાણીપ, સરદારનગરમાં બપોરે 2-3 પછી વેપાર-ધંધા બંધ

અમદાવાદ9 મહિનો પહેલા
  • શનિવારે અને રવિવારે કેટલાક વિસ્તારોમાં સ્વયંભુ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે

રાજ્યમાં કોરોનાના કેસો હવે 10000ને પાર થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો આવી રહ્યાં છે ત્યારે હવે લોકડાઉનની માંગ લોકોમાં ઉઠી છે. રાજય સરકારે લોકડાઉનની પરિસ્થિતિ નથી કહી લોકડાઉન નહિં થાય તેમ જણાવ્યું છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલા હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી. હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજુઆત કરી બંધ રાખવા અપીલ કરી રહ્યાં છે. શહેરનાં સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે

30 એપ્રિલ સુધી 3 વાગ્યા પછી સાબરમતી વિસ્તારની દુકાનો બંધ
કોરોનાનું સંક્રમણ વધતાં સાબરમતી વેપારી મહાજન દ્વારા સાબરમતી વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક કાઉન્સિલર ચેતન પટેલ અને અન્ય નેતાઓએ વેપારીઓ સાથે બેઠક કરી અને બપોર બાદ દુકાનો બંધ રાખવા સૂચન કર્યું હતું. જેમાં વેપારીઓએ તૈયારી દર્શાવતા હવે 30 એપ્રિલ 2021 સુધી સાબરમતી વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. માત્ર દવાની દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

તમામ વેપારીઓ 25 એપ્રિલ 2021 સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાખશે
તમામ વેપારીઓ 25 એપ્રિલ 2021 સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાખશે

બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ
રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં પણ સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી હતી. કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને લોકોમાં કોરોના વધુ ન ફેલાય અને ભીડ ન એકઠી થાય તેના માટે ચર્ચા કરી અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી. જેને લઈ તમામ વેપારીઓ 25 એપ્રિલ 2021 સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાખશે.

શહેરના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજ
શહેરના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજ

સરદરનગર બજારો સાંજે 4 વાગ્યાથી બંધ
અમદાવાદના કુબેરનગર બજાર, નોબલનગર તથા સરદરનગર બજારો સાંજે 4 વાગ્યાથી બંધ રહેશે. સિંધી સેન્ટ્રલ પંચાયત, કાપડ મહાજન, સોના-ચાંદી, ગોળી- બિસ્કિટ, કટલેરી, ચંપલ બજાર સહિતના વેપારી મહાજનોએ ભેગા મળી અને નિર્ણય લીધો છે. નરોડા પાટિયાથી સરદારનગર સુધી વેપારીઓ સ્વયંભૂ નાના મોટા વેપાર સાંજે 4 વાગ્યાથી બંધ રહશે તેમજ બુધવારે સમગ્ર માર્કેટ બંધ રહેશે. ઉપરાંત નરોડા વિસ્તારમાં પણ વેપારીઓએ બંધ રાખવાની જાહેરાત કરી છે.

શહેરના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજ
શહેરના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજ