તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:વોઈસ કલ્ચર એક્સપર્ટ સાદિકનૂર પઠાણનું 68 વર્ષની વયે નિધન, રેડિયો સંભળાવીને સમજાવનાર બ્રોડકાસ્ટિંગ પાઠશાળા વિદાય પામી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા 15 વર્ષથી સપ્તક સંગીત સમારોહમાં કોમેન્ટ્રી આપતાં અને રેડિયોનો નોખો અવતાર કહેવાતાં આર્ટિસ્ટ સાદિકનૂર પઠાણ વિના જ હવે 41મો સપ્તક સંગીત સમારોહ યોજાશે. હરથી ફરતી બ્રોડકાસ્ટિંગની પાઠશાળા સમાન આ કલાકારનું 68 વર્ષની વયે કોવિડ પોઝિટિવ અને કાર્ડિયાક એટેકથી ગુરૂવારે બપોરે નિધન થયું. ઓલ ઇન્ડિયા રેડિયોના સાઉન્ડપ્રુફ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નીરવતાનો અવાજ સંભળાવીને રેડિયો સમજાવનારા સાદિકનૂર પઠાણ એ નીરવતામાં લીન થઈ ગયા.રેડિયો બ્રોડકાસ્ટિંગ ટ્રેનિંગ ક્ષેત્રે તેમણે આપેલા વિશિષ્ટ યોગદાનની કદરરૂપે બે વખત ભારત સરકાર દ્વારા ઉપરાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા હતાં.

અવાજ દ્વારા કમાણી પણ થઈ શકે તે અમૂલ્ય વાત અમને અમારા ગુરૂ સાદિકનૂર પાસેથી શીખવા મળી
અવાજમાં વિરામ (પોઝ)નું શું મહત્વ છે તે અમે આ વોઈક કલ્ચર નિષ્ણાત સાદિકભાઈ પાસેથી શીખ્યાં. અમે તેમને રેડિયોનો નવો અવતાર કહેતાં. અવાજને કઈ રીતે રમાડવો તેના બાદશાહ તો ખરા જ તેની સાથે હરતી ફરતી બ્રોડકાસ્ટિંગ પાઠશાળા સમાન હતાં. અવાજ પરથી વાણી દ્વારા કેવી રીતે કમાણી થઈ શકે અને ગમે તેમ નહીં પણ ગમે તેવું બોલવાનું તે તેમના વ્યક્તિત્વમાં હતું. માત્ર ગુજરાતી નહીં પણ હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી ઉપર પણ સારી પકડ હતી. તેમજ મિલનસાર સ્વભાવને કારણે હંમેશા તેઓ લોકોના દિલમાં રહેશે. - મૌલિન મુન્શી, આસિ. પ્રોગ્રામ એક્ઝિક્યૂટિવ, આકાશવાણી

41મા સપ્તક સંગીત સમારોહમાં ખોટ પડી
સાદિકનૂર પઠાણ સપ્તક સાથે 15 વર્ષોથી જોડાયેલા હતાં. કોઈ ક્લાસિકલ સંગીતનો કલાકાર જ્યારે સંગીતની પ્રસ્તુતિ કરવા બેસે ત્યારે તેઓ તેની તસવીર પણ લઈ લેતાં. આઈઆઈટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીમાં વોઈસ કલ્ચરને લઈને તેઓ અવારનવાર વાત કરતાં હતાં. સંગીતપ્રેમીઓ મોટા કલાકારની સાથે આ બેકસ્ટેજ કોમેન્ટેટરની કોમેન્ટ્રીને પણ દાદ આપતાં હતાં. - પ્રફુલ અનુભાઈ, ટ્રસ્ટી, સપ્તક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો