ફરિયાદ:વિઠ્ઠલાપુર પોલીસે બેંગ્લોર જઇ મુદ્દામાલ જપ્ત કર્યો

રામપુરાભંકોડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિઠ્ઠલાપુર જીઆઇડીસીમાંથી ટ્રકચાલક માલ ભરી નીકળ્યો હતો પરંતુ તેણે માલ નિયત સ્થળે પહોંચાડ્યો ન હતો

વિઠલાપુર જી.આઈ.ડી.સીમાં આવેલી કંપનીનો માલ ટ્રકમાં ભરી બેંગ્લોર પાસેની કંપનીમાં પહોંચાડવાનો હતો. પરંતુ ટ્રકના ચાલકે નક્કી કરેલી જગ્યાએ માલ નહીં પહોંચાડતા ચાલક વિરુદ્ધ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદના આધારે વિઠલાપુર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. વિઠલાપુર પોલીસે ગણતરીના દિવસોમાં જીવના જોખમે વિઠલાપુર થી 1573 કિલોમીટરના અંતરે કર્ણાટક રાજ્યના બેલારી હોસ્પેટ હાઇવે પરથી કબજે કર્યો હતો. વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલી કંપનીને પરત કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલી ટી ટીસ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોયલ નંગ:4 જેનું વજન 30.545 ટન વજન થાય છે. જેની કિંમત રૂપિયા 29.64 લાખ થાય છે. ટ્રકમાં લોડ કરી બેંગ્લોર પાસે આવેલી બિદડી ટીટી સ્ટીલ કંપનીમાં પહોંચાડવાનો હતો. ટ્રકના ચાલક દ્વારા માલ નહિ પહોંચાડતા ટ્રકના ચાલક વિરસિંગ મના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...