તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખંડ પૂજા અનુષ્ઠાન:વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અત્યારે વિશ્વભરમાં અને ભારતમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો છે, ત્યારે લોકોની સુખાકારી અને આરોગ્યની પ્રાપ્તિ માટે વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO)એ 17 દેશો જેવા કે, ભારત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફીજી, કેન્યા વગેરે જગ્યાઓથી બ્રાહ્મણો અને વિવિધ સંપ્રદાયના લોકો સાથે મળી ને "અખંડ પૂજા અનુષ્ઠાન"નું 08/05/2021નાં રોજ આખો દિવસ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ આ સંગઠન દ્વારા "વિશ્વ શાંતિ યજ્ઞ"નું આયોજન કરવાં આવ્યું હતું.

સાઉથ આફ્રિકા માં યોજાયો હતો મૃત્યુંજય યજ્ઞ વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO)ના પ્રમુખ કિરીટ આચાર્યએ સાઉથ આફ્રિકાના જોહાનસબર્ગના રાધેશ્યામ મંદિરમાં મૃત્યુંજય યજ્ઞ યોજ્યો હતો અને સાથે જ વિશ્વના પ્રમુખ દેશો અમેરિકા, કેનેડા, ઇટાલી, લંડનના લોકોએ યજ્ઞ, સ્ત્રોત્ર પઠણથી આ કાર્યક્રમ માં જોડાયા હતા.

આફ્રિકાના જોહાનસબર્ગના રાધેશ્યામ મંદિરમાં મૃત્યુંજય યજ્ઞ યોજ્યો હતો.
આફ્રિકાના જોહાનસબર્ગના રાધેશ્યામ મંદિરમાં મૃત્યુંજય યજ્ઞ યોજ્યો હતો.

ભારતમાં યોજાયું મંત્ર અનુષ્ઠાન ભારતમાં પણ ઘણા રાજ્યોમાંથી લોકો જોડાયા હતા જેમાં ગુજરાતમાંથી ખાસ કરી ને જાણીતા યુવા જ્યોતિષી અને WHPOના સેક્રેટરી શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત, ભાગવત વિદ્યાપીઠમાં થી શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી, ભાગવતાચાર્ય ધનંજયભાઈ વ્યાસ વગેરે વિદ્વાનોએ જોડાઈને ભારત અને વિશ્વમાંથી કોરાના સામે લોકોનું રક્ષણ થાય તે માટે વિશેષ પૂજા અને મંત્ર અનુષ્ઠાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...