આયોજન:માંડલ ખંભલાય માતાજી મંદિરે વિષ્ણુમહાયાગ યજ્ઞ યોજાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.9 થી 16 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કોરોના માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે યોજાશે

વિરમગામ નજીક આવેલ માંડલ ખાતે આવેલા ઐતિહાસિક ખંભલાય માતાજી મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના પ્રારંભ બાદ તા.9 થી 16 જાન્યુ. દરમ્યાન મહાવિષ્ણુયાગ તેમજ નવગ્રહ આરાધનાનાં ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કોરોના માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે યોજાશે.

માંડલ ખાતે આવેલ શ્રી ખંભલાય માતાજી ટુસ્ટનાં ધર્મપ્રેમિઓ દ્વારા 8 દિવસનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓથી ખંભલાય માતાજીનું શ્રધ્ધા-ભક્તિ પૂર્વક પૂજન કરતા હજારો પરિવાર-મંદિર ટ્રસ્ટ ત્યા દાતાઓના સહયોગથી તા.૯ થી ૧૬ દરમ્યાન યોજાનાર ધર્મોત્સવમાં શ્રી મહાવિષ્ણુયાગ તેમજ દુર્લભ નવગ્રહ મખનો સમાવેશ થાય છે.

માંડલ શ્રી ખંભલાય માતાજી મંદિર ખાતે યોજાનાર શ્રી મહાવિષ્ણુયાગ (ચજ્ઞ)માં શ્રી લક્ષ્મીનારાયણની 207 છબી સમક્ષ શ્રી સુતમ (શ્રી લક્ષ્મી મંત્ર-પાઠ) અને શ્રી વિષ્ણુસહસ્ત્રનામ (ભગવાન વિષ્ણુનાં હજાર નામ-મંત્રો)નું અનુષ્ઠાન કરાવી અભિમંત્રીત કરી 207 યજમાનોનાં હસ્તે 16 લાખ સ્વાદિષ્ટ પાયસ (ખાંડ, ભાત, ઘી અને ધોડું દૂધનું મિશ્રણ)ની આહૂતિ 16 હજાર શ્રી સૂકતમ (લક્ષ્મી મંત્ર-દર્શન પાઠ)ની આહૂતિ યજ્ઞમાં અર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...