તૈયારી:​​​​​​​અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈ 13 DCP, 70 PI, 265 PSI અને 5700 હેડ કોન્સ્ટેબલ તહેનાત, 52 સ્થળે વિસર્જન કુંડ તૈયાર, વાંચો સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદએક મહિનો પહેલા
ગણેશ વિસર્જનની ફાઈલ તસવીર
  • કોરોના ગાઈડલાઈન સાથે ગણેશ વિસર્જન કરવા પોલીસની લોકોને અપીલ
  • RAFની બે ટુકડી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગોઠવવામાં આવશે

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઇ શહેર પોલીસે તૈયારીઓ પુરી કરી દીધી છે. આવતીકાલે વિસર્જન હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં 13 ડીસીપી, 70 પીઆઇ, 265 PSI, 5700 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ SRPની ત્રણ ટુકડી રહેશે. RAFની બે ટુકડી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગોઠવવામાં આવી છે. 3700 હોમગાર્ડ પણ બંદોબસ્તમાં હાજર રહેશે.

મ્યુનિ. કોર્પોરેશને 52 વિસર્જન કુંડ તૈયાર કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા 52 વિસર્જન કુંડ પર લાઈટ અને મજબૂત બેરીકેડ તેમજ ધક્કામુક્કી ન થાય ઉપરાંત પાણીમાં ઉતરવાની ઘટના ન બને તેનું પોલીસ તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવશે.

વિસર્જનમાં 15 જેટલા લોકોને જ આવવાની પરમીશન
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી વિસર્જન કરવામાં આવે. 15 જેટલાં લોકો વિસર્જનમાં જોડાય તેની પરમિશન આપવામાં આવી છે જેને લઇ લોકો તેટલી સંખ્યામાં જ આવે તે જરૂરી છે.

ડીસીપી ડો. હર્ષદ પટેલની તસવીર
ડીસીપી ડો. હર્ષદ પટેલની તસવીર

શહેરમાં 740 ગણેશ પંડાલ ઉભા કરાયા
તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં 740 જગ્યાએ જાહેરમાં પંડાલ ઉભા કરવામાં આવ્યા હતા. 180 જેટલા ગણેશ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવશે. બાકીના ગણેશ વિસર્જન જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં જ વિસર્જન કરવામાં આવ્યા છે. લોકોને અપીલ છે કે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિસર્જન કરે. તમામ પોલીસને પણ આ મામલે જાણકારી આપી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવાશે

​​​​ઉ.પશ્ચિમઝોન
1) પંડિત દીનદયાળ હોલ પાસે, બોડકદેવ​​​​​​​
2) પ્રેરણા વિદ્યાલય પાસે, થલતેજ​​​​​​​
3) આર.કે. હોલ પાસે, સાયન્સ સિટી
4) ઇડબ્લુયએસ આવાસ પાસે, ગોતા​​​​​​​
5) વંદેમાતરમ શાકમાર્કેટ પાસે, ચાંદલોડિયા

દ. પશ્ચિમ ઝોન
1) રિદ્ધિ સિદ્ધિ બંગલોની સામે, રિવેરા આર્કેડની પાછળ, જોધપુર
2) સુકન-3ની સામે રત્નાકર 4ની પાછળ, જોધપુર
3) સગુન કાસા ફ્લેટની પાસે, અશોકનગરની સામે, જોધપુર​​​​​​​
4) શકરી તળાવની પાસે, સરખેજ ગામ
5) સીમંધર ટેનામેન્ટની સામેના પ્લોટમાં મકરબા ગામ

ઉત્તર ઝોન
1) છઠઘાટ, ઇન્દિરા બ્રિજ નીચે, સાબરમતી નદી કિનારે
2) રણમુક્તેશ્વર મંદિર પાસે, એરપોર્ટ રોડ
3) ભદ્રેશ્વર સ્મશાન, સરદારનગર
4) કોતરપુર વહેળો, કોતરપુરગામ
5) લા.બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, બાપુનગર ચાર રસ્તા
6) સૈજપુર તળાવ, સૈજપુર ટાવરથી આગળ

મધ્ય ઝોન
1) જમાલપુર સર્કલ પાસેના ખુલ્લા મેદાનમાં
2) ગુજરીબજાર સર્કલ પાસે, ખુલ્લા મેદાનમાં
3) લેમન ટ્રી ત્રણ રસ્તા પાસે, ખુલ્લા મેદાનમાં
4) માસ્તર કોલોની પાસે ખુલ્લા મેદાનમાં
5) દધિચી બ્રિજ પાસે, કાલભૈરવ કટ પાસે
6) પિકનિક ત્રણ રસ્તાની બાજુમાં
7) દશામા મંદિર કેમ્પ હનુમાન, સાબરમતી નદીના કિનારે
8) રણમુક્તેશ્વર મહાદેવ હાંસોલ, સાબરમતી નદીના કિનારે

દક્ષિણ ઝોન
1) દેડકી ગાર્ડન પાસે, પાર્કિંગ પ્લોટમાં, મણિનગર
2) ધોબીઘાટ પાસે, આંબેકર બ્રિજના છેડે, બહેરામપુરા
3) મુખીની વાડી પાસેનો પાર્કિંગ પ્લોટ, લાંભા
4) આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની સામે, વટવા
5) આવકાર હોલ પાસે, ઇરિગેશન ખાતાના પ્લોટમાં, ખોખરા

પશ્ચિમ ઝોન
1) અચેર સ્મશાનગૃહ પાસે, સાબરમતી
2) મોટેરા તળાવની પાસે, મોટેરા
3) એનઆઇડીની પાછળ, પાલડી
4) NIDની પાછળ ઝીપ લાઇન પાસે, પાલડી
5) વલ્લભસદન પાસે, નવરંગપુરા
6) સાહિત્ય પરિષદ પાસે, નવરંગપુરા
7) ભીખાભાઇ ગાર્ડનની સામે, નવરંગપુરા
8) પલ્લવ ચાર રસ્તા પાસે, પાર્કિંગના પ્લોટમાં, નારણપુરા
9) કેશવનગર દશામાં મંદિર પાસે, સુભાષ બ્રિજ
10) કાળી તળાવની બાજુમાં પ્લોટમાં, રાણીપ

પૂર્વ ઝોન
1) દશામાના મંદિર પાસે, વસ્ત્રાલ
2) ફાર્મ હોટલ નજીક, નિકોલ
3) રડુ તળાવ, રામોલગામ