તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મહિલાઓ માટે યોજાઈ વર્ચ્યુઅલ ફૂટ સ્પર્ધા, મળ્યો કલાકનો સમય; હોમ શેફ ફૂ઼ડ બ્લોગર માટે ઓનલાઈન ફૂડ મેકિંગ કોમ્પિટિશન

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લજ્જા ગ્રૂપ દ્વારા અવાર-નવાર વર્ચ્યુઅલી કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. ત્યારે તાજેતરમાં જાણીતા ફૂડ બ્લોગર અને હોમ શેફ પ્રીતિ ઠક્કરે તેમના ગ્રૂપનાં મેમ્બર્સ માટે ઓનલાઈન ફૂડ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું.આ ઓનલાઈન કોમ્પિટિશનમાં લજ્જા ગ્રૂપનાં મેમ્બર્સે ઘરે એક ડિશ તૈયાર કરી તેને ડેકોરેટ કરી તેની રેસિપી સાથે તેમનો અને ડિશનો ફોટો શેર કરવાનો હતો. જેમાં પાર્ટિસિપેન્ટ્સને ઈનામને બદલે સ્ટારમાં રેટિંગ આપવામાં આવ્યું હતું. 100થી વધુ આવેલી એન્ટ્રીમાંથી 3 હોમ શેફની ડિશ સિલેક્ટ કરીને તેમનાં ફૂડને રેટિંગ આપવામાં આવ્યું હતું. ત્રણ રેસિપીનાં વિનર્સ હતા ડો.પદ્મા રાજાની , મનિષા મોનાની, સુમન ગુપ્તા સિલેક્ટ થયા હતા.

બીટ કબાબ કટોરી
સામગ્રી: 250 ગ્રામ બીટ, 150 ગ્રામ ગાજર, 200 ગ્રામ બટાકાનો માવો, 2 ચમચી આદંુ-લસણ -લીલાં મરચાંની પેસ્ટ, જીણા સમારેલા કાંદા, 2 ચમચી ચાટ, ગરમ મસાલો, અડધો કપ સ્મેસ્ડ પનીર, બ્લેક સોલ્ટ, જીરા પાઉડર, બાફેલા મકાઈ, કેપ્સિકમ
રીત: તેલમાં 2 ચમચી આદું-લસણ, લીલાં મરચાંની પેસ્ટ અને કાંદા નાખી સાંતળો. હવે છીણેલાં ગાજર, બીટ, ચાટ-ગરમ મસાલા ઉમેરી તેમાં બટેકાનો માવો ઉમેરો અને મિક્સ કરી મિશ્રણને ફ્રિઝમાં મૂકો. કપ કેક મોલ્ડમાં કબાબનું મિશ્રણ ઉમેરો અને તેને 10-15 મિનિટ બેક કરો. આ કબાબને દહી સાથે સર્વ કરો.

રેસિપી તૈયાર કરવા એક કલાકનો સમય
પાર્ટિસિપેન્ટને તેમની ડિશ તૈયાર કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ ડિશ સાથે રેસિપી લખી મોકલાવી હતી. જાણીતા શેફ કામિની શાહ દ્વારા જજ કરવામાં આવ્યું હતું. -પ્રિતી ઠક્કર, હોમ શેફ અને ફૂ઼ડ બ્લોગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો