તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ બેઠક:અમદાવાદમાં શહેર કાર્યાલય ખાતે ભાજપની વર્ચ્યુઅલ કારોબારી યોજાઈ, કોરોનામાં લોકોની સેવામાં દિવંગત થયેલા નેતા-કાર્તકર્તાઓને શોકાંજલિ પાઠવાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનપુર શહેર કાર્યાલય ખાતેથી દિવંગત નેતાઓ અને કાર્યકર્તાઓને શોકાંજલિ પાઠવાઈ - Divya Bhaskar
ખાનપુર શહેર કાર્યાલય ખાતેથી દિવંગત નેતાઓ અને કાર્યકર્તાઓને શોકાંજલિ પાઠવાઈ
  • ભાજપામાં વ્યક્તિ ચૂટણી લડતો નથી પરંતુ સંગઠન ચુંટણી લડે છે: અમિત પી. શાહ

આજે શહેર ભાજપ પ્રમુખ અમિત પી. શાહની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ શહેર કારોબારી યોજાઈ. જેમાં ખાનપુર શહેર કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સહીત પ્રદેશ નેતૃત્વ તેમજ અપેક્ષિત કાર્યકરો વર્ચ્યુઅલ કારોબારીમાં જોડાયા. કારોબારીની શરૂઆતમાં કોરોનાકાળમાં પ્રજાની સેવા કરતા દિવંગત થયેલ કાર્યકર્તા અને નેતાઓને શહેર મહામંત્રી મનુભાઈ કાથરોટીયાએ શોક પ્રસ્તાવ દ્વારા શોકાંજલિ પાઠવવામાં આવી હતી.

ભાજપ શહેર પ્રમુખ અમિત પી. શાહે આજના સ્વામી વિવેકાનંદજીના નિર્વાણદિને તેમને શ્રદ્ધાસુમન પાઠવીને જણાવ્યું હતું કે, ભાજપ રાજકીય પાર્ટીની સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તેમજ શ્યામાપ્રસાદ મુખર્જીના ધારણાઓનું એક વૈચારિક આંદોલન છે. કર્ણાવતી મહાનગર એક ક્રાંતિનું કેન્દ્ર છે. આ કમળરૂપી ક્રાંતિ ગુજરાત અને ત્યાર બાદ ભારત સુધી આગળ વધીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિકાસનું કમળ ખીલ્યું છે. ભાજપમાં વ્યક્તિ ચુંટણી લડતો નથી પરંતુ સંગઠન ચુંટણી લડે છે જેના પરિણામ સ્વરૂપ 1997થી શરુ કરેલી વિકાસની યાત્રા અવિરતપણે આગળ વધી રહ્યી છે.

વધુમાં શહેર અધ્યક્ષે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહની આર્ષદ્રષ્ટિથી 370ની કલમ, 35-એ, ટ્રીપલ તલાક જેવા કાયદાઓની નાબુદી, રામમંદિરનું નિર્માણ, આંતકવાદી અને નક્સલીઓ પર રોક આમ ભાજપાની કથની અને કરણી એક છે તે તેમણે કરેલા કાર્યોથી ચરિતાર્થ થાય છે. કોરોના કાળમાં ભાજપા વસુધૈવ કુટુમ્બકમમાં માનનારો હોવાથી 120 દેશોને દવાઓ પહોંચાડવી. આ ઉપરાંત 50 કરોડ જનતાને આયુષ્માન યોજના હેઠળ તબીબી સારવાર, 1 લાખ 75 હાજર ગામડાઓને ફાયબર ઓપ્ટિકલ નેટવર્કથી જોડાઈ રહ્યા છે. દુનિયાના વિકસિત દેશો અને WHOએ પણ ભારતની વિશેષ નોંધ લીધી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કોર્પોરેશનમાં થયેલ કામગીરીની વિગત આપતા જણાવ્યું હતું કે, 150 ધન્વંતરિ રથ તેમજ આરોગ્ય રથ દ્વારા 600થી વધુ લોકેશન પર 27.5 લાખથી વધુ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. નિ:શુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટ માટેની વ્યવસ્થા, 170થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેશન માટે 20 ટકા બેડ કોવિડના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા. પ્રાઇવેટ હોસ્પિટલમાં અ.મ્યુ.કો. ક્વોટાના દર્દીઓની સારવાર પેટે 90 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં કુલ 1,68,821 રેમડેસિવિર ઈન્જેકશન પૂરા પાડવામાં આવ્યા. કોવિડકાળમાં અ.મ્યુ.કો દ્વારા 700 કરોડના ખર્ચ દ્વારા પ્રજાના આરોગ્ય માટેની કામગીરી કરવામાં આવી.

આ કારોબારીમાં પ્રદેશ કારોબારીમાં પસાર થયેલ રાજકીય પ્રસ્તાવને સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી દ્વારા શહેર કારોબારીમાં મુકવામાં આવ્યો. પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ કોવિડ-19ના પડકાર માટે કેન્દ્ર સરકાર દ્વારા થયેલા નક્કર કાર્યોની માહિતી આપી હતી. પ્રદેશ મહામંત્રી અને મહાનગર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આગામી સમયમાં યોજાનાર સંગઠનાત્મક કાર્યક્રમની માહિતી આપી હતી. સમગ્ર કારોબારીનું સંચાલન શહેર મહામંત્રી કૌશિક જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકરો ઉપરાંત શહેરના હોદેદારો, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મહાનગરમાં રહેતા પ્રદેશ હોદ્દેદારો તેમજ બોર્ડ નિગમના ચેરમેન- ડેપ્યુટી ચેરમેનો પણ જોડાયા હતા.