તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજા પરેશાન:વિરાટનગર ઓવરબ્રિજ છેલ્લા એક મહિનાથી બનીને તૈયાર, મ્યુનિસિપલ ભાજપના સત્તાધીશો બ્રિજ શરૂ કરવા હજી રાહ જોઈ રહ્યાં છે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉદ્ઘાટનની રાહ જોઇ રહેલ બ્રિજ. - Divya Bhaskar
ઉદ્ઘાટનની રાહ જોઇ રહેલ બ્રિજ.
 • આજે યુથ કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ શરૂ કરાતા નિકોલ પોલીસ પહોંચી કાર્યકરોની અટકાયત કરી લીધી
 • સોશિયલ મીડીયામાં બ્રિજ શોભાના ગાંઠિયા સમાન એવા ફોટો વાઇરલ

શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલથી નરોડાને જોડતા નેશનલ હાઇવે નંબર 8 પર વિરાટનગર ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ છેલ્લા એક મહિનાથી બનીને તૈયાર છે છતાં આ ઓવરબ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લો મુકવામાં આવતો નથી. જેના કારણે આજે સોશિયલ મીડીયામાં એક બેનર સાથે ફોટો ફરતો થયો હતો કે વિરાટનગર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન છે. જેથી આજે જ સાંજે યુથ કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજને ખુલ્લો મુકવાનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો. જો કે નિકોલ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ઉદ્ઘાટન કરે તેના પહેલા જ યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવીને 15 દિવસ થઈ ગયા છતાં આ ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો નથી.

સ્થાનિકોએ વિરોધ રૂપે બેનર લગાવ્યું.
સ્થાનિકોએ વિરોધ રૂપે બેનર લગાવ્યું.

સ્થાનિક રહેવાસી ગંભીરસિંહ સાથે divyabhaskarએ વાતચીત કરતા જણાવ્યું હતું કે વિરાટનગર ઓવરબ્રિજ છેલ્લા એક મહિનાથી બનીને તૈયાર છે. આજે યુથ કોંગ્રેસ અને આ પહેલા આમ આદમી પાર્ટીએ પણ ઓવરબ્રિજ લોકો માટે ચાલુ કરી દીધો હતો. આજે કોંગ્રેસ ઉદ્ઘાટન કરી ચાલુ કરવા જતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. જ્યારે અન્ય રહેવાસી વિજયભાઈએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બનીને તૈયાર છે અને આગળ પણ રાજેન્દ્ર પાર્ક પાસે ઓવરબ્રિજ બની તૈયાર છે પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો આ બ્રિજને શરૂ કરતાં નથી જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થતી નથી.

પૂર્વ વિસ્તારમાં નારોલ- નરોડા હાઇવે પર આ બે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયુ છે છતાં અત્યાર સુધી બ્રિજ શરૂ ન કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો સામે સવાલ ઉભા થયા છે કે શા માટે તેઓ આ બ્રિજ શરૂ કરવા માંગતા નથી. વિરાટનગર પાસે 2+2 સપ્લીટ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે જેમાં વિરાટનગર બ્રિજ ચાલુ કરવા મામલે કોર્પોરેશન સત્તાવાર પ્રેસનોટ બહાર પાડી જાણ કરી છે કે બ્રિજનું ટચીગ, કલર અને ક્લીનિગની કામગીરી બાકી છે જેથી આગામી દિવસોમાં બ્રિજ શરૂ કરવામાં આવશે. જો કે બ્રિજ બનીને એકદમ તૈયાર છે પરંતુ ભાજપના શાસકો આ બ્રિજ શરૂ કરવા માટે નેતાઓની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો