કાર્યવાહી:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં થયેલા લૂંટ વિથ મર્ડરમાં વિરમગામનો શખ્સ ઝડપાયો

અમદાવાદ, હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 1.84 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આઠેક માસ અગાઉ થયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા વિરમગામના શખ્સને હિંમતનગર એલસીબીએ ઝડપી લેતા અનેક ગુના પરથી પદડો ઊંચકાયો છે. પાટડી તાલુકાના ઝીંઝુવાડાના શખ્સે આચરેલા 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરાંત 6 ગુનાની કબૂલાત પણ કરી છે. ઉપરાંત પાટડી, ડીસા અને કડીમાં થયેલી 72 લાખની લૂંટનો ભેદ પણ ઉકેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 21 જાન્યુઆરીના રોજ ખેડબ્રહ્માના સરદાર ચોક જતાં રોડ પર જનતા બેંક નજીકથી રોકડ રકમ ભરેલો થેલો લઇને જઇ રહેલા આંગડિયા કર્મચારી કિરણભાઇ ઉર્ફે પ્રકાશભાઇ હરગોવિંદલાલ નાયકને આંતરીને પૈસા ભરેલા થેલાની લૂંટ કરવા દરમિયાન તેમના પર ફાયરિંગ કરાયું હતું. જેમાં કર્મચારીનું મોત નીપજ્યું હતું. એલસીબીએ તપાસની ડોર સંભાળી સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઇકો કારને શોધી વિરમગામના અનીસ હબીબભાઇ સીપાઇને પકડી લેવાતા તેણે હનીફ ઇમામભાઇ બેલીમ (રહે,સમી) તથા મહેશ સંદિપ શર્મા અને જયેશ ઉપરાંત એક અજાણ્યા શખ્સની સંડોવણી હોવાની વિગતો આપી હતી.

જેમાં મહેશ સંદીપ શર્મા ખોટું નામ ધારણ કરી મોડાસાના મેઢાસણ ખાતે રહેતો હોવાનું ખુલ્યું હતું. મેઢાસણ ખાતે રહેતા મહેશ શર્માની તપાસ કરતાં તેનું સાચું નામ મહિપતસિંહ ફર્ફે રામવાળો ઉર્ફે ચંપુભા ઝાલા (રહે, ઝીંઝુવલાડા, પાટડી, સુરેન્દ્રનગર) હોવાનું ખુલ્યું હતું. આ મહિપતસિંહને હિંમતનગર ટ્રાન્સફર વોરંટથી લાવી એલસીબીએ પૂછપરછ કરતાં તેણે લૂંટના 9 ગુનાની કબૂલાત કરી હતી. જેમાં કડી, ડીસા, પાટડીના 72 લાખની લુંટના 3 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો મહિપતસિંહ ઉર્ફે સીતારામ ચપુંભા ઝાલા મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે ખોટું નામ ધારણ કરી રહેતો હતો અને અલગ અલગ વ્યક્તિઓ સાથે મળી લૂંટને અંજામ આપવા સહિત દારૂની ખેપો પણ મારતો હતો અને દેશી બનાવટની પિસ્તોલના ગેરકાયદેસર વેચાણમાં ગળાડૂબ હતો. આ ગુનામાં હજુ 2 આરોપીઓને પકડવાના બાકી છે.

જેમાં ધ્રાંગધ્રાના રોહતસિંહ કિરિટસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. સપ્ટેમમ્બર-2014માં મહિપતસિંહે પાટડીમાં નસવાડીના નીકુ અને અન્ય શખ્સ સાથે મળી ઠાકર જ્વેલર્સમાંથી લૂંટ કરી ફાયરિંગ કર્યું હતુંં. મહિપતસિંહે 6 ગુનાની કબૂલાત કરી હતી. જેમાં મહિપતસિંહે 2 વર્ષ અગાઉ ચીખલીકર ગેંગ પાસેથી બે પિસ્તોલ લાવી મુળી તાલુકાના નવાણિયા ગામના દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમારને વેચાણ આપી છે. રાજકોટમાં નોંધાયેલા આમ્સ એક્ટના ગુનામાં તે વોન્ટેડ છે. 2016માં મહિપતસિંહે અન્ય શખ્સો સાથે મળી ધાનેરામાં જીપ રોકી ફાયરિંગ કરી 80 લાખની લૂંટ કરી હતી. 2017માં બેંગ્લોરથી મેંગ્લોર જવાના રસ્તે આંગડિયા કર્મી પાસેથી 20 લાખની લૂંટ કરી હતી. 2018માં મહિપતસિંહે અન્ય શખ્સો સાથે મહેસાણા ફુવારા પાસે રિક્ષામાં બેસેલા વ્યક્તિનો થેલો લૂંટી લીધો હતો. 2018માં સિદ્ધપુર, મ હેસાણા હાઇવે પર આંગડિયા કર્મીને લૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...