તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદ જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા કેસોનો આંકડો 121 પર પહોંચ્યો, વિરમગામના વૃદ્ધનું મોડી રાત્રે મોત

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાણંદના ગોધાવી ગામ, વિરમગામ અને ધંધુકામાં પાછમ ગામે પોઝિટિવ કેસ નોંધાયો
 • અત્યાર સુધી ધોલેરા અને દેત્રોજ તાલુકામાં એકેય કોરોનાનો કેસ નોઁધાયો નથી

કોરોના વાઇરસના વધુ ત્રણ કેસો અમદાવાદ જિલ્લામાં નોંધાતા પોઝીટીવ કેસનો આંકડો 121 પર પહોંચ્યો છે. સાણંદના ગોધાવી ગામ, વિરમગામ અને ધંધુકામાં પાછમ ગામે પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં વિરમગામના વૃદ્ધનું મોડી રાતે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં મોત પણ થઈ ગયું છે. જિલ્લામાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. દસક્રોઈ અને ધોળકા તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.
ક્વોરન્ટીન ફેસિલિટી અને પોઝિટિવના સંપર્કમાં આવનાર
અત્યાર સુધી 2437 વ્યક્તિઓને ક્વોન્ટીન કરાયા છે. તેમજ 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ પૂર્ણ કરનારની સંખ્યા 1603 છે. અત્યારે 834 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારમાં ફેમિલી કોન્ટેક્ટ 426, કોમ્યુનિટી કોન્ટેક્ટ 400 અને હેલ્થ કેર કોન્ટેક્ટ 71 મળી કુલ 897 છે.
ચેકપોસ્ટ પર તપાસ
છેલ્લા 24 કલાકમાં કુલ 8 ચેકપોસ્ટ પર 3451 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ ન હતી. અત્યાર સુધી 1,51,155નું સ્ક્રિનિંગ કરાયું હતું અને જેમાં 27 શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા તેમને રીફર કરાઈ ચૂકી છે.
અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસોની સ્થિતિ

તાલુકો

12મી મે સુધીના કેસોઆજે નોંધાયેલા કેસોકુલ કેસો
દસક્રોઈ49049
સાણંદ819
બાવળા404
વિરમગામ213
ધોળકા51051
માંડલ101
દેત્રોજ000
ધંધુકા314
ધોલેરા000
કુલ1183121

નોઁધ:

લીલા રંગમાં દર્શાવેલા દર્દીઓને રજા અપાઈ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો