તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગચાળો વકર્યો:વાઈરલ ઈન્ફેક્શન વધતા અમદાવાદમાં સિવિલની OPDમાં રોજના 3500 દર્દી સારવાર માટે આવે છે, ડેન્ગ્યુથી 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં સિવિલમાં દર્દીઓની લાઇનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદમાં સિવિલમાં દર્દીઓની લાઇનની ફાઇલ તસવીર.
  • સિવિલ-સોલા સિવિલમાં તાવ, શરદી, ખાંસીના વાઈરલ ઈન્ફેક્શનનાં લક્ષણો સાથે રોજ 200 બાળકો આવે છે
  • 11 મહિનાના બાળકને સ્વાઈન ફ્લૂ
  • ફોગિંગ, ડોર ટુ ડોર સરવેની કામગીરી ઝડપી બનાવવા આદેશ

શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. સિવિલની ઓપીડીની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો થયો છે, જેમાં રોજના 150થી વધુ બાળકો સારવાર માટે આવે છે. સોલા સિવિલમાં 11 મહિનાના એક બાળકનો સ્વાઈન ફ્લૂ અને 1 બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શાહીબાગમાં ડેન્ગ્યુના કારણે 12 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે.

સિઝનમાં આવેલાં ફેરફારને લીધે સિવિલ અને સોલા સિવિલમાં વાયઈલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેને કારણે સિવિલની ઓપીડીમાં 2500થી 3 હજારને બદલે રોજના 3500 દર્દી સારવાર માટે આવે છે, અને તેમાંય રોજ 100થી 150 બાળકોને તાવ, શરદી, ખાંસી જેવાં વાઈરલ ઇન્ફેક્શનનાં લક્ષણો સાથે સારવાર માટે લવાય છે.

સોલા સિવિલમાં 11 મહિનાના બાળકનો સ્વાઇન ફલૂનો તેમજ 15 વર્ષના બાળકને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોલા સિવિલની ઓપીડીમાં રોજના 50થી 60 બાળકોને સારવાર માટે લવાય છે, જેમાંથી 30થી 35ને દાખલ કરવા પડે છે. જ્યારે ઓપીડીમાં સારવાર અપાતી હોય તેવાં બાળકોમાં ઠંડી ચઢીને તાવ અને ઝાડા-ઊલટી મળીને 45થી વધુ કેસ નોંધાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

રોગચાળો બેકાબૂ હોવાના ‘ભાસ્કર’ના અહેવાલના આધારે સ્ટે. કમિટીના સભ્યોએ પસ્તાળ પાડી
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના આંકડાં મ્યુનિ.અધિકારીઓ દ્વારા છૂપાવીને જાહેર આરોગ્ય સાથે ચેડા કરાઈરહ્યા છે. ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. કમિટીના મોટાભાગના સભ્યોએ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે લેવાઈ રહેલા પગલાં બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ફોગિંગ, ડોર ટુ ડોર સરવે સહિતની કામગીરી પર વધારે ધ્યાન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

  1. બેઠકમાં આ પ્રકારની રજૂઆતો થઈ શહેરમાં ફોગિંગ યોગ્ય થઇ રહ્યું છે તો કેસ કેમ વધે છે? જેમાં તંત્રએ કહ્યું કે, ફોગિંગની માત્રા સતત ‌વધારાઈ રહી છે. જેથી મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લઇ શકાય.
  2. સફાઇ પર વધુ ધ્યાન અપાય તો મચ્છરોનો ઉપદ્રવ વધતો રોકી શકાય. તંત્રએ કહ્યું, જાહેર રસ્તાઓ પર યોગ્ય સફાઇ કરીને યોગ્ય પાઉડરનો છંટકાવ કરવા કહેવાયું છે.
  3. તળાવો, અને બંધિયાર પાણીમાં યોગ્ય સફાઇ થવી જોઇએ. તે બાબતે તંત્રએ કહ્યું કે, યોગ્ય સફાઇ કાશે. જેથી ત્યાં મચ્છરો બ્રીડિંગ થતું હોય તો તેને નાથી શકાય.

આરોગ્ય પખવાડિયું ઉજવવા સૂચન કરાયું
શહેરમાં વધતાં રોગચાળાને નાથવા માટે આગામી દિવસોમાં વડાપ્રધાનના આગમનને ઉપલક્ષ્યમાં લઇને ત્યારથી એક પખવાડિયા માટે સફાઇ સહિતની કામગીરીને ધ્યાને લઇ આરોગ્ય પખવાડિયું ઉજવવા માટે પણ સૂચના આપવામાં આ‌વી છે.

પાટીલને ખુશ કરવા મ્યુનિ. કમિશનરની ખર્ચની મર્યાદા 30 લાખથી ઘટાડી 15 કરાશે
ટાગોર હોલમાં શહેર સંગઠનની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતાં. બેઠકમાં તેમણે સુરતમાં મ્યુનિ. કમિશનરની ખર્ચની મર્યાદા 30 લાખથી ઘટાડી 15 લાખ કરી હોવાની વાત કરી હતી. હવે પાટીલને ખુશ કરવા મ્યુનિ. ભાજપના હોદ્દેદારો અમદાવાદ મ્યુનિ. કમિશનરની ખર્ચની મર્યાદા ઘટાડવા નિર્ણય કરી શકે છે. જોકે આ નિર્ણયમાં મ્યુનિ. ભાજપના નેતામાં બે ભાગ પડી ગયા છે.

જવાબ ન આપનાર અધિકારી સામે ઠપકા દરખાસ્ત
એક કોર્પોરેટરે તેમના વિસ્તારમાં કોરોનાના કેટલાક દર્દીઓ છે અને કેટલી રસી આવી તેની વિગતો માગી હતી. આરોગ્ય અધિકારીએ તે જણાવી ન હતી. જેથી અધિકારી સામે સ્ટેન્ડિંગમાં ઠપકા દરખાસ્ત રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...