મોર્નિંગ ન્યૂઝ બ્રીફકોંગ્રેસનેતા કનૈયા કુમાર ગુજરાત પ્રવાસે:વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે, G20 બેઠક માટે PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 15 નવેમ્બર, કારતક વદ સાતમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ઇન્ડોનેશિયાના બાલીમાં આજથી G20 બેઠકનો પ્રારંભ
2) કોંગ્રેસ નેતા કનૈયા કુમાર આવતીકાલે ગુજરાતના પ્રવાસે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) પૂર્વ ગૃહમંત્રી AAPમાં જોડાશે: વિપુલ ચૌધરી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે, જેલમાંથી મોકલેલો પત્ર સભામાં વાંચી સંભળાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌઘરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભાજપ-કોંગ્રેસમાં બબાલ: કોંગ્રેસ કાર્યાલયમાં યુથ કોંગ્રેસ-NSUIની તોડફોડ, બાયડથી ધવલસિંહના સમર્થકો કમલમમાં ઘૂસ્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય સ્થાનિક પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો રહ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) આને કહેવાય રાજકીય ખેલદિલી!: સુરતની મજુરા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી જતા એકબીજાને શુભકામના પાઠવી
સુરતમાં મજુરા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામેસામે આવી ગયા હતા. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે તેઓ સામસામે આવ્યા હતા. બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) શું ઇન્ડિયન ક્રિકેટરો પણ પ્રચારમાં જોડાશે?: રવીન્દ્ર જાડેજાએ કહ્યું- 'રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે, પ્રચાર માટે હું ટીમના મિત્રોને ફોન કરીશ'
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે આજે 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) G20 બેઠક માટે PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા:10 વર્લ્ડ લીડર્સને મળશે વડાપ્રધાન, બાલીમાં સમિટ પહેલા બાઈડન-જિનપિંગ સાથે કરશે મુલાકાત
ઇન્ડોનેશિયાના બાલીમાં 15-16 નવેમ્બરે G20 બેઠક યોજાવાની છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઈન્ડોનેશિયાના બાલી ખાતે આ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. 45 કલાકની આ યાત્રામાં તે 20 ઈવેન્ટ્સમાં ભાગ લેશે.
વાંચો સમાચાર વિગતવાર

6) ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનકારીને ફાંસીનાં માંચડે લટકાવાશે: પ્રથમ વખત પ્રદર્શનકારીને ફાંસીની સજા ફટકારવામાં આવી; હુલ્લડો ભડકાવવાના આરોપ સામે તેહરાન કોર્ટે આપ્યો ચુકાદો
ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલ હિજાબ વિરોધી વિરોધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત વિરોધ પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય 5 લોકોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) લિવ-ઇન પાર્ટનરે પ્રેમિકાના 35 ટુકડા કર્યા: બજારમાંથી ફ્રિજ ખરીદ્યું, અગરબત્તી વડે દુર્ગંધ દબાવી; રોજ રાત્રે 2 વાગે જંગલમાં ટુકડા ફેંકવા જતો હતો
મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આ સનસનીખેજ હત્યાનો મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી સામે આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

8) હરિયાણાના CMની જાહેરાત પર રાજકીય ઘમાસાણ: નવી પંચાયતો માટે 100 કરોડની કરી જાહેરાત; કોંગ્રેસે કહ્યું- આચારસંહિતાનું ઉલ્લંઘન કરાયું
હરિયાણામાં પંચાયતની ચૂંટણી વચ્ચે CM મનોહરલાલ ખટ્ટરની જાહેરાતથી રાજકીય હોબાળો મચી ગયો છે. CMએ ગઈકાલે ઝજ્જર જિલ્લામાં કહ્યું હતું કે નવી ગ્રામપંચાયતનાં કામો માટે 100 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે, જ્યારે પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ (PWD)ના રસ્તાઓના સમારકામ પર 100 કરોડ રૂપિયા ખર્ચાશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાજકોટમાં ફરિયાદઃ ‘આખો દિવસ મોબાઈલમાં રચીપચી રહેતી, પરિવાર સાથે ગેરવર્તન કરતી; 8.50 લાખ-પુત્રીને લઈ મિત્ર સાથે ભાગી ગઈ’
2) 5 વર્ષમાં ચૂંટણી લડનાર 121 નેતાઓની મિલકત 39% વધી, ભાજપના આ ઉમેદવારોની મિલકત સૌથી વધારે વધી
3) વડોદરા બે જગ્યાએ સાસરીમાંથી પરત આવતા દીકરીને પરિવારે ગરમ તવેથાના ડામ આપી ઘરમાંથી કાઢી મુકી, અભયમે આશ્રય અપાવ્યો
4) રાજકોટમાં ટ્રક અને કાર સામસામે અથડાતાં કારનો કચ્ચરઘાણ, માતાજીના માંડવાનું વીડિયો શૂટિંગ કરી પરત વીરપુર જઈ રહેલા બે મિત્રનાં મોત
5) જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા: ગુલમર્ગમાં માઈનસમાં તાપમાન, ગુજરાતમાં પણ ઠંડી વધી શકે
6) ઉત્તરાખંડમાં સ્કૂલ બસ-ટ્રક વચ્ચે અકસ્માત: સિતારગંજમાં ટ્રક સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ, બે સ્ટુડન્ટનાં મોત નીપજ્યા
7) અમેરિકન વિઝાનું લાંબું વેઇટિંગ: વેરિફિકેશન સ્ટેમ્પ લગાવવા માટે 12 મહિનાની રાહ, વિયતનામ થઇને US પરત ફરી રહ્યા છે ભારતીયો

આજનો ઇતિહાસ
1949માં મહાત્મા ગાંધીજીની હત્યાના દોષિત નાથુરામ ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસી અપાઈ હતી.

આજનો સુવિચાર
સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...