વિવાદ:અમદાવાદના ગોમતીપુરમાં નજીવી બાબતે 2 જૂથ વચ્ચે હિંસક મારામારી, પાંચને ઈજા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુવકને ‘તંુ દાદા થઈ ગયો છે ’ કહીને બે વ્યક્તિઓએ ઝઘડો કર્યો હતો
  • બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ કરતા ગુનો દાખલ

ગોમતીપુરમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. જેમાં બંને પક્ષોેએ એકબીજા પર છરી વડે હુમલો કરતા 5 લોકોને ઈજાઓ થઈ હતી. ગોમતીપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં રહેતા વસીમ અકરમ રાત્રે છોટાલાલની ચાલી પાસે મોબાઈલમાં ગેમ રમતા હતા ત્યારે ઈરફાન અને અસ્પાક મન્સૂરી ત્યાં આવીને ‘તું દાદા થઈ ગયો છે’ તેમ કહી ઝઘડો કરી મારઝૂડ કરી હતી. દરમિયાન વસીમના બે મિત્રો ત્યાં આવ્યા અને બંનેેએ તેમની સાથે મારઝૂડ કરી હતી. બાદમાં છરી વડે હુમલો કર્યો હતો.

ઈરફાને તેની ફરિયાદમાં રજૂઆત કરી છે કે રાત્રીના સમયે ઈરફાન તેની રીક્ષા પાસે હતો ત્યારે વસીમ અને તેના બે મિત્રો ત્યાં આવ્યા હતા અને અચાનક મારઝૂડ કરવા લાગ્યા હતા. જે જોઈને ઈરફાનનો મિત્ર અસ્પાક વચ્ચે પડ્યો ત્યારે આ ત્રણેએ છરીના ઘા માર્યાં હતા. ગોમતીપુર પોલીસે બંનેે પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...