તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:અમદાવાદ શહેરની શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકો માસ્ક વિના બિનધાસ્ત ફરે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકો માસ્ક વિના ફરે છે.

અમદાવાદમાં કોરોનાથી મોત અને કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવાઓ વચ્ચેની આ તસવીર ઇસનપુરના ગોવિંદવાડી શાકમાર્કેટની છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો જરાય નથી, ઘણા લોકો માસ્ક વિના જ ફરી રહ્યા છે.

હજી ગત દિવસોમાં જ ઇસનપુર વિસ્તારમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો થયો હતો. બે દિવસ પહેલાં જ ઇસનપુરમાં આવેલી પ્રેરણા સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જેને કારણે 64 ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા. 

જ્યારે આ પહેલાં ગોવિંદવાડી વિસ્તારની સૌજન્ય સોસાયટીમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વોર્ડના ઘનશ્યામનગરમાં પણ એક જ પરિવારના ચાર સભ્યને ચેપ લાગ્યો હતો. તાજેતરમાં ઇસનપુર અર્બન હેલ્થ સેન્ટરના બે કર્મચારીને કોરોના થયો હતો. ઇસનપુરની ઘણી સોસાયટીઓમાં કોરોનાના કેસો હોવા છતાં વિસ્તારના શાકમાર્કેટનું આ દૃશ્ય ભયજનક છે. તસવીરમાં માસ્ક વિના દેખાતા લોકો પર રેડ સર્કલ કરવામાં આવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો