ભાસ્કર એનાલિસિસ:કોરોનાકાળમાં ઉદ્યોગો દ્વારા 85% સ્થાનિકોને રોજગારીના નિયમનું ઉલ્લંઘન, તાતા મોટર્સ દ્વારા બે વર્ષમાં 3494, તો ફોર્ડ દ્વારા 2882 લોકલને જ રોજગારી!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં સ્થપાતા મોટા ભાગના ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારી આપવાની નીતિનું ક્યાંય પાલન નહીં
  • ખાનગી કંપનીઓ તો ઠીક કેન્દ્ર સરકારના 20 એકમો પણ નિયમ પાળતા નથી!
  • જરૂરિયાત પ્રમાણે અનુભવી સ્થાનિક ઉમેદવારો ન મળવાથી આ સ્થિતિનો દાવો

વોકલ ફોર લોકલ. નેતાઓએ સૂત્રને તો ફેમસ બનાવી દીધું પણ સ્થાનિક રોજગારી બાબતે લોકલ ફોર વોકલ હકીકતથી વેગળી વાત છે. રાજ્ય સરકારની નીતિ પ્રમાણે, રાજ્યમાં સ્થાપાતા ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે. પણ સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવાના નિયમનું ઉલ્લંઘન થાય છે.

કેન્દ્ર સરકારની કંપનીઓનું પણ નિયમભંગ
શ્રમ,કૌશલ્ય અને રોજગાર વિભાગના તા. 31-03-1995ના ઠરાવની જોગવાઇઓ પ્રમાણે, રાજ્યમાં સ્થપાતા દરેક ઔદ્યોગિક એકમોએ આ બાબતનું પાલન કરવું પડે. પણ હકીકત એ છે કે ખાનગી કંપનીઓ તો ઠીક પણ કેન્દ્ર સરકારની રાજ્યમાં આવેલી કંપનીઓમાં પણ આ નિયમોનું પાલન થતું નથી. તાતા મોટર્સ, સુઝુકી મોટર, ફોર્ડ ઇન્ડિયા, કોલ્ગેટ-પામોલિવ, હોન્ડા મોટરસાઈકલ જેવી જાણીતી કંપનીઓ સામે તો સ્થાનિક રોજગારીની નિયત ટકાવારી જળવાતી હોવાની ફરિયાદો છે જ.

નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં આવેલા કેન્દ્ર સરકારના કુલ 27 જાહેર સાહસો પૈકી 7 એકમોમાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાય છે જ્યારે 20 એકમોમાં સ્થાનિક રોજગારીની નિયત ટકાવારી જળવાતી નથી. આ કંપનીઓ દ્વારા વર્ષ 2020 અને 2021માં સ્થાનિક બેરોજગારોને કેટલી રોજગારી આપવામાં આવી તેનો ખુલાસો તાજેતરમાં વિધાનસભામાં પણ થયો હતો.

બે વર્ષમાં કોણે કેટલા પ્રમાણમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી આપી?

કંપનીનું નામ2 વર્ષમાં રોજગારીસ્થાનિક રોજગારી -2020

સ્થાનિક રોજગારી -2021

તાતા મોટર્સ, સાણંદ349418871607
સુઝુકી મોટર, અમદાવાદ245411571297
ફોર્ડ ઇન્ડિયા, સાણંદ288215051377
કોલગેટ-પામોલિવ, સાણંદ624330294
હોન્ડા મોટરસાઈકલ, સાણંદ483726512,186
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા472621

ઇન્સ્ટિટ્યુટ ઓફ રિઝર્વોયર સ્ટડીઝ

260812001408
સેન્ટ્રલ વેરહાઉસિંગ, અમદાવાદ786018
કોટન કોર્પોરેશન, અમદાવાદ532726

નૉ-જૉબ - ... કંપનીઓ સામે પગલાં તરીકે માત્ર ચર્ચા થાય છે, કોઇ કાર્યવાહી નહીં!

વિધાનસભામાં સરકાર દ્વારા દરેક વખતે એક જેવો જવાબ આપવામાં આવ્યો હતો કે, સ્થાનિક રોજગારીની નિયત ટકાવારી જળવાય એ માટે રોજગાર કચેરી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના તા. 31-03-1995ના ઠરાવની જોગવાઇઓ અંગે વારંવાર પત્રો લખી ધ્યાન દોરવામાં આવે છે. દર 6 મહિને સ્થાનિક રોજગારીની ટકાવારી ના જાળવતાં એકમો સાથે મીટિંગ્સ પણ કરવામાં આવે છે. આ ઠરાવ મુજબ કામગીરી કરવા જણાવવામાં પણ આવે છે. એકમોને કઇ મુશ્કેલીઓ પડે છે એ જાણી તેના નિરાકરણ માટે પ્રયાસો પણ કરવામાં આવે છે. ભરતી મેળાઓનું આયોજન કરી સ્થાનિકોને રોજગારી મળી રહે એવા પ્રયાસો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસોમાં કેન્દ્ર કક્ષાએથી ભરતી, બદલી અને બઢતી થતી હોવાના કારણે ટકાવારી જળવાતી નથી. સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવાર નહીં મળતા હોવાથી પણ આ સ્થિતિ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...