નોટિસ:નોકરી પર મોડા આવેલા વિંઝોલ STPના અધિકારીને નોટિસ અપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ. કમિશનરની ઓચિંતી મુલાકાતમાં લાલિયાવાડી પકડાઈ

મ્યુનિ. કમિશનર સોમવારે વિંઝોલ એસટીપી સ્ટેશનની મુલાકાત લીધી હતી અને લેટ આવેલા આસિસ્ટન્ટ સિટી ઈજનેરને નોટિસ પાઠવી હતી. મ્યુનિ. કમિશનરના રાઉન્ડની વાત ફેલાતાં અન્ય અધિકારીઓ સચેત થઇ ગયા. મ્યુનિ. કમિશનરે શહેરમાં ચાલતા વિવિધ એકમોની વારાફરતી મુલાકાત લઈ તેની ચકાસણી કરે છે. સોમવારે મ્યુનિ. કમિશનર અચાનક જ વિંઝોલ ખાતે આવેલા એસટીપીની મુલાકાતે પહોંચ્યા હતા.

તે સમયે ત્યાં કર્મચારી-અધિકારીઓની હાજરી જણાઈ ન હતી. કમિશનર આવ્યાની જાણ થતાં જ તેનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ સિટી ઇજનેર હાંફળાફાંફળા એસટીપી સ્ટેશન દોડી આવ્યા હતા. સમય કરતાં મોડા આ‌વેલા આસિસ્ટન્ટ સિટી ઇજનેર પાસે મોડા આવવા બદલ મ્યુનિ. કમિશનરે ખુલાસો માગ્યો હતો. જોકે આસિસ્ટન્ટ સિટી ઇજનેર યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.

મ્યુનિ. કમિશનરે અગાઉ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સિક્યોરિટીની હાજરી મામલે કરેલી અને તે બાદ વિજિલન્સને સોંપવામાં આવેલી તપાસનો અહેવાલ હજુ પણ બાકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. નોંધનીય છેકે, વિજિલન્સે વિવિધ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. જે બાદ હજુ પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...