સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી:ગુજરાતમાં દારૂના રેકેટમાં વિનોદ સિંધી અને નાગદાનના આંગડિયા પેઢીથી કરોડોના ટ્રાન્ઝેક્શન, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિનોદ સિંધીને વિજિલન્સે પકડ્યો હતો - Divya Bhaskar
વિનોદ સિંધીને વિજિલન્સે પકડ્યો હતો

ગુજરાતને બદનામ કરનાર ગેરકાયદે દારૂનો વેપાર કઈ રીતે ચાલતો હતો. તેનું સમગ્ર નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ના અધિકારીએ ખુલ્લું પાડી દીધું છે. આખા રેકેટમાં દારૂનું નેટવર્ક અને પૈસાનો હવાલો કઈ આંગડિયા પેઢીઓ મારફતે થતો હતો, તેના ટ્રાન્જેક્શન અને પૂરાવા વિજિલન્સે ભેગા કરી લીધા છે. પ્રથમ વખત બૂટલેગરોના આખા રેકેટની કડી સ્ટેટ મોનિટરિંગ સેલે મેળવી અને ગુજરાત અને રાજસ્થાનના સૌથી મોટા દારૂના ડીલર વિનોદ સિંધીના રાજ ખોલી નાખ્યા છે. વડોદરાનો વિનોદ સિંધી ગુજરાતમાં દારૂનો સોદાગર છે, તેના ટ્રાન્જેક્શન અને વૈજ્ઞાનિક પૂરાવા પણ હવે સ્ટેટ મોનિટરિંગે મેળવી લીધા છે.
ટેક્નોલોજી અને મેન્યુઅલ નેટવર્કથી બૂટલેગરો સક્રિય
ગુજરાતમાં ઘણા વર્ષોથી તેનું નેટવર્ક કંટ્રોલ કરવા માટે પ્રયાસ થતો હોવાની વાતો થઈ રહી છે, પણ તે માત્ર પોલીસ ચોપડે છે અથવા કોઈ વ્યક્તિના મોઢે કહેવાયેલી વાતો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, બૂટલેગરો હાલ કરોડોના આસામી બની ગયા છે. તેઓ સમગ્ર નેટવર્ક ટેક્નોલોજી અને મેન્યુઅલ નેટવર્કથી ચલાવે છે. આ બધી વાતની જાણ પોલીસને હોય છે, પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે.

સિંધીએ નેટવર્ક બનાવી પાર્ટનરો પણ બનાવ્યા
એક સમયે નમકીનનો ધંધો કરતો નમકીનનો ધંધો કરતો વિનોદ સિંધી ધીમેધીમે દારૂના નેટવર્ક પર ડાયવર્ટ થઈ ગયો હતો. તેણે દારૂનો ધંધો પોતાની પાસે રાખવાને બદલે આખું નેટવર્ક અલગ કર્યું હતું. તે પોતે બધી જગ્યાએ પહોંચી નહીં શકે તેમ સમજીને પોતાના પાર્ટનરો બનાવ્યા હતા. જેઓને જવાબદારી સોંપવા અને અમદાવાદ હોય કે સુરત રાજકોટ હોય કે વડોદરા દરેક જગ્યાએ વિનોદ સિંધીનો જ દારૂ જાય તેવી આખી સિસ્ટમ ગોઠવી નાખી. વિનોદ સિંધી નો જ દારૂ જાય તેવી આખી સિસ્ટમ ગોઠવી નાખી છે.

લતીફની માફક સિંધીએ પણ ગેંગ બનાવી દીધી
એક સમયે લતીફ જે રીતે દારૂમાં ધંધામાંથી માફિયા બન્યો અને તેણે પોતાની ગેંગ બનાવી તે રીતે હવે વિનોદ સિંધી નાગદાન અને તેની સાથે જોડાયેલા દારૂની લાઇનના સોદાગરો જેમને કેટલાક પોલીસ ભ્રષ્ટ અધિકારીઓની પીઠબળ છે તેને પડદા પાસ કરવા માટે સ્ટેટ મોનિટિંગ સેલના અધિકારીઓ દ્વારા તમામ તપાસ કરીને આજે વિનોદ સિંધી નાગદાન અને તેના સાથીઓનીબેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે જેમાં કરોડો રૂપિયા પડ્યા છે આ બધા દારૂમાંથી કમાયેલા રૂપિયા છે હવે પોલીસ તેમની પ્રોપર્ટી સીલ કરવા માટે પ્રયાસ કરી રહી છે

35 કરોડના ટ્રાન્ઝેક્શન શોધી કઢાયા
સ્ટેટ મોનિટરિંગ સેલ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ ભેગા મળી સુવ્યવસ્થિત બિઝનેસની જેમ દારૂનું નેટવર્ક ચલાવે છે. તેઓએ કરેલી વાતચીતની ઓડિયો ક્લિપો મળી છે. તેઓએ કરેલા ટ્રાન્જેક્શનની વિગત મળી છે. જેમાં આખા રાજ્યના દારૂનો નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 35 કરોડના વ્યવહાર શોધી કાઢ્યા છે.

અમાદવાદમાં દારૂના સપ્લાયર
અમદાવાદમાં વિનોદ સિંધી માટે સોનુ સિયાપિયા અને સાવન દારૂની લાઇન ચલાવતી હોવાની વિગત પણ વિજિલન્સને જાણવા મળી છે. હાલ સાવન અમદાવાદમાં દારૂનો સપ્લાયર હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...