તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:ગામડાના યુવકને સોશિયલ મીડિયામાં પોતાનો જ ફોટો લેડીઝ અંડર ગારમેન્ટ સાથે મળતા અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ગત 14મી મેના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડીની પોસ્ટ તેને ધ્યાને આવી હતી

અમદાવાદ જિલ્લાના નાનકડા ગામમાં રહેતો યુવાન પરીવાર સાથે ખેતીવાડી કરે છે. તે નવરાશના સમયમાં પોતાના ફોનમાં સોશિયલ મીડિયામાં સર્ચ કરતો હતો, તેવામાં તેના પર એક ફોટો આવ્યો અને તે ફોટો ખોલતા જ તે ચોકી ઉઠ્યો હતો. યુવકનો ફોટો મોર્ફ કરેલો હતો જેમાં ચહેરો તેનો અને તેના બાકીના શરીર પર મહિલાના અંડર ગારમનેટ પહેરાવેલ હતા. યુવક ગભરાઈ ગયો અને સામે કોણ છે તેવું પૂછતાં કોઈ જવાબ ન મળ્યો પણ અજાણ્યા પ્લેટફોર્મ પરથી તેને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આખરે યુવકે આ અંગે અમદાવાદ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાનકડા ગામમાં રહેતો 20 વર્ષીય યુવક તેના માતા-પિતા સાથે રહે છે અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે અને તેનો ભાઈ બંને તેના પિતાજીને ખેતીકામમાં મદદ કરાવે છે. આ યુવકનું પોતાનું એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે. ગત 14મી મેના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડીની પોસ્ટ તેને ધ્યાને આવી હતી. જેમાં આ યુવકનો ફોટો લેડીઝ અંડર ગારમેન્ટ વાળો બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મુક્યો હતો. જેથી તે અજાણી વ્યક્તિએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં તેની બદનામી કરતાં આ આઇડી ધારકને યુવકે મેસેજ કર્યો હતો. તું કોણ છે મારી કેમ બદનામી કરે છે તેવો મેસેજ કરતા સામેવાળી વ્યક્તિએ આ યુવકને ગાળો આપી કોઈ અજાણી છોકરી સાથે તેનો ફોટો બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મુક્યો હતો.

આ શખશે યુવકના અન્ય મિત્રોને પણ ટેગ કરી યુવકના અશ્લીલ ફોટા બનાવી ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી પર અપલોડ કર્યા હતા. આ યુવક ઇન્સ્ટાગ્રામ આઈડી વાળા વ્યક્તિને ઓળખતો ન હોવા છતાં પણ માનસિક તેમજ સામાજિક રીતે બદનામ કરતા યુવકે અમદાવાદ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...