વાસ્તવિક ભારત ગામડાઓમાં વસે છે અને ગામડાના વિકાસ વિના દેશની પ્રગતિ થઈ શકે નહિ .જેને લઇ AAP દ્વારા ‘ગામડા ની સભા ઝુંબેશ’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
AAP ગુજરાતની દેખરેખના પ્રભારી અને સાંસદ ડૉ.સંદીપ પાઠકે ગુજરાતના વિવિધ ગામોમાં “ગામ સભા” અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના અનુસંધાનમાં AAPએ ગુજરાતમાં તમામ 182 વિધાનસભા કાર્યકરો સાથે તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઝુંબેશ વિશે ડૉક્ટર સંદીપ પાઠકે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ની ઈચ્છા છે કે સંગઠન શહેર થી લઇ ગામડા સુધી દરેક જગ્યાએ મજબૂત હોવું જોઇએ. ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદિપ પાઠક દ્વારા ભરૂચ ખાતે ‘ગામડું બેઠક ટ્રેનિંગ’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામભાઈ ધડુક તથા આપ નેતા મથુરભાઈ બલદાનીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતના દરેક નાગરિકના હિતમાં જે સેવાઓનો અધિકાર છે એ કેવી રીતે મળવી જોઈએ ને કઈ કઈ મળશે તેની માહિતી આપના માધ્યમ થકી આપવામાં આવશે. આગામી ચૂંટણીમાં ૧૮૨ સીટો પર વિજય મેળવી જનતાની સેવાઓ એમના ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.