પક્ષીનો બચાવ:અમદાવાદમાં પતંગની ચાઈનીઝ દોરીમાં ફસાયેલા ઘુવડને એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ રેસ્ક્યૂ કર્યુ

અમદાવાદ4 મહિનો પહેલા
રેસ્ક્યૂ કોલ મળતાં જ એનિમલ લાઈફ કેરની ટીમ કોલના સ્થળ પર પહોંચી હતી.
  • ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાના મુડમાં આવી ગયાં છે. અમદાવાદ શહેરમાં પતંગના દોરાથી અબોલા પક્ષીઓ ઘાયલ થવા માંડ્યાં છે. શહેરના ઘી કાંટા વિસ્તારમાં નિશાચર ઘુવડ પક્ષી ચાઈનીઝ દોરાથી લપેટાઈને નીચે પડ્યું હોવાનો કોલ અનિમલ લાઈફ કેરને મળ્યો હતો. આ કોલ બાદ ઘુવડને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.

રેસ્ક્યૂ કરાયેલા ઘુવડને ફોરેસ્ટ હોસ્પિટલ ખસેડાયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં એક ઘુવડ પક્ષી ચાઈનીઝ દોરીમાં ફસાઈને જમીન પર પડી ગયું હતું. જેથી સ્થાનિક લોકોએ આ પક્ષીને બચાવવા માટે એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને કોલ કર્યો હતો. આ કોલ બાદ વિજય ડાભી તરત જ કોલ પર જવા રવાના થયાં હતાં. કોલના સ્થળ પર જઈને વિજય ડાભી અને તેમની ટીમે ઘુવડનું રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ તેને ફોરેસ્ટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. વિજય ડાભીએ પતંગ રસિયાઓને વિનંતી કરી હતી કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ અને વધુ કાચ વાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે એનિમલ હેલ્પલાઈન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ.

વિજય ડાભીએ પક્ષીને રેસ્ક્યૂ કર્યું
વિજય ડાભીએ પક્ષીને રેસ્ક્યૂ કર્યું

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેટર્નનાં ઉત્પાદન, વેચાણ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરીનાં ઉત્પાદન અને વેચાણ પર, પતંગ ઉડાડવામાં એનો ઉપયોગ કરવા, સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય એવી દોરી, ચાઈનીઝ માંઝાનાં ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હીના હુકમ અન્વયે પતંગ ચગાવવાના, અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...