હુમલો:વિજય ચાર રસ્તા પાસે ઝઘડો થતાં ઓવરટેક મુદ્દે ઈંટો મારીને બિલ્ડરની કારનો કાચ તોડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસ બોલાવાતા બન્ને હુમલાખોર ભાગી ગયા

વિજય ચાર રસ્તાથી દાદા સાહેબના પગલા બાજુ જતા રોડ પર કાર ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા કારમાં આવેલા 2 યુવાનોએ બિલ્ડર સાથે મારા મારી કરી ઈંટો મારીને કારના કાચ તોડી નાખ્યા હતા. જો કે બિલ્ડરે પોલીસને બોલાવતા બંને હુમલાખોર કારમાં બેસીને નાસી છૂટયા હતા. આ અંગે બિલ્ડરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બોડકદેવ ફાયર સ્ટેશન સામે આવેલા દાસ બંગલોઝમાં રહેતા સિદ્ધાંતભાઈ પટેલ(25) બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તા.18 ઓક્ટોબરે રાતે સિદ્ધાંતભાઈ નવરંગપુરા સરદાર પટેલ કોલોની ખાતે મિત્રને મળી લગભગ રાતે 10.45 વાગ્યે સિધ્ધાંતભાઈ વિજય ચાર રસ્તાથી દાદા સાહેબના પગલા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે પાછળથી આવેલી એક કારમાં સવાર 2 યુવાનોએ કારનો ઓવરટેક કરવા બાબતે સિદ્ધાંતભાઈ સાથે ઝઘડો કર્યો હતો. સિધ્ધાંતભાઈએ તે બંનેને સભ્યતાથી બોલવાનું કહેતા બંને ગુસ્સે થઇ ગયા હતા અને સિદ્ધાંતભાઈને 2-3 લાફા મારી દઈ સાઈડમાં પડેલી ઈંટો લઈને કારની આગળ-પાછળના કાચ તોડી દઈ નુકસાન કરી બંને કાર લઈને ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...