એક સ્કૂલમાં 2 બોર્ડનો વિવાદ:નિર્માણ સ્કૂલ સામે તપાસ કરવા વિજિલન્સે અધિક શિક્ષણ સચિવને આદેશ કર્યો, NSUI અને યુથ કોંગ્રેસે ફરિયાદ કરી છે

અમદાવાદ4 મહિનો પહેલા
નિર્માણ સ્કૂલ - Divya Bhaskar
નિર્માણ સ્કૂલ
  • 2 બોર્ડ ચલાવવા બાબતે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઈ છે
  • તકેદારી આયોગે ફરિયાદ કરનાર સુભાન સૈયદને પત્ર લખીને જાણ કરી

અમદાવાદના વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં માળખાગત સુવિધા ના હોવા છતાં એક જ સ્કૂલમાં 2 બોર્ડ ચલાવવા બાબતે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે તકેદારી આયોગે અધિક શિક્ષણ સચિવને આ મામલે સ્કૂલ સામે તપાસ તથા કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ત્યારે

સ્કૂલ દ્વારા NSUI ઉપર આરોપ લગાવાયો
નિર્માણ સ્કૂલના સંચાલક આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે, NSUI એ ફાયદો જોઈતો હોય અને ના આપ્યો એટલે ફરિયાદ કરી છે, આવું તો NSUI અનેક સ્કૂલોમાં કરી છે. મારી સ્કૂલમાં જે ફરિયાદ થઈ છે તેનો મેં જવાબ આપ્યો છે. DEOએ સ્થળ તપાસ કરી હતી એટલે અમે સહકાર આપ્યો છે. જ્યારે ગ્રામ્ય DEOએ આર.આર.વ્યાસે એટલું જ કહ્યું કે, સ્કૂલ સામે તપાસ કરીને રિપોર્ટ સોંપ્યો છે શિક્ષણ વિભાગને.

ન્યાયિક તપાસની માગ કરાઈ હતી
NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા નિર્માણ સ્કૂલ મામલે DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી, સાથે ન્યાયિક તપાસ થાય તે માટે તકેદારી આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તકેદારી આયોગ દ્વારા આ મામલે ફરિયાદ કરનાર સુબહાન સૈયદને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, નિર્માણ સ્કૂલ મામલે અધિક શિક્ષણ સચિવને પણ સ્કૂલ સામે તપાસ તથા કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOને ફરિયાદ કરાઈ
નિર્માણ સ્કૂલની બંને બ્રાન્ચે ખોટી રીતે માન્યતા મેળવી હોવાની ફરિયાદ અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOને કરવામાં આવી હતી. વસ્ત્રાપુર ખાતે ચાલતી સ્કૂલમાં એક જ કેમ્પસમાં 2 બોર્ડ ચાલતા હોવાની ફરિયાદ હતી. જ્યારે વાસણા ખાતે આવેલી સ્કૂલે ગુજરાતી માધ્યમમાં સ્કૂલ ચલાવ્યા વિના CBSE સ્કૂલ શરુ કરી હતી.

DEOએ નિર્માણ સ્કૂલનો એકતરફી અહેવાલ જ આપ્યોઃ NSUI
NSUIના નેતા સુબહાન સૈયદે જણાવ્યું હતું કે ગ્રામ્ય DEOએ નિર્માણ સ્કૂલનો એકતરફી અહેવાલ જ આપ્યો છે જયારે નિર્માણ સ્કૂલ એક કેમ્પસમાં 2 બોર્ડ ચલાવે છે જે બદલ સ્કૂલની માન્યતા રદ થવા સુધીની કાર્યવાહીની જોગવાઈ છે, જેને DEO આર.આર.વ્યાસ બચાવ કરી રહ્યા છે. જેથી સ્કૂલ સામે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ખોટો અહેવાલ રજૂ કરનાર DEO સામે પણ તપાસ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...