અમદાવાદમાં દારૂનું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે. પોલીસ અનેક વખત રેડ કરીને દારૂ પકડી રહી છે. પરંતુ કેટલીક વખત દારૂની ડિલિવરી માનવામાં ના આવે એવી રીતે થતી હોય છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી થતી હોવાની જાણ ગાંધીનગરની વિજિલન્સને થઈ હતી. જેથી વિજિલન્સના અધિકારીઓએ હોમ ડિલિવરી કરતાં બુટલેગરોને ઝડપી પાડવા રેડ પાડી હતી. સિંધુ ભવન રોડ પર સ્થિત બંગલાઓમાં દારૂ પહોંચાડવા માટે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
25 બોટલ દારૂ અને બે વાહન કબ્જે કર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ઘણા સમયથી દારૂની હોમ ડિલિવરી થતી હતી.આ વાત સ્થાનિક પોલીસને હતી છતાં તેની વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા છેક ગાંધીનગરના વિજિલન્સના આધિકારીઓએ રેડ કરવી પડી છે. આ મામલે હવે વિજિલન્સના અધિકારીના જણાવ્યા અનુસાર મોંઘી દારૂની બોટલનું હોમ ડીલીવરીનું રેકેટ ચાલતું હતું.જે બાબતે રેડ કરીને 25 બોટલ દારૂ અને બે વાહન કબ્જે કર્યા છે. આરોપીઓ સિંધુભવન રોડ પર રીક્ષામાં દારૂ રાખીને ત્યાંથી એક્ટિવમાં ઓર્ડર આવે તેમ હોમ ડીલીવરી કરવા જતાં હતાં.
વિજિલન્સની ટીમે રેડ કરીને દારૂનુ રેકેટ ઝડપ્યું
બુટલેગર સિંધુ ભવનથી બોડક દેવ વચ્ચે રીક્ષા લઈને આવતો હતો.જેમાં અલગ અલગ બ્રાન્ડની મોંઘી દારૂની બોટલ હતી.વસ્ત્રાપુર પોલીસને આ વાતની જાણ હોવા છતાં કાર્યવાહી ન થઈ અને આખરે વિજિલન્સની ટીમે રેડ કરીને દારૂનુ રેકેટ ઝડપી પાડ્યું છે.વિજિલન્સના આધિકારીના જણાવ્યા અનુસાર એક ઓટો રીક્ષામાં રોજ દારૂનો જથ્થો લવાતો હતો જેમાં આસપાસની સોસાયટીમાં દારૂની હોમ ડિલીવરી અપાતી હતી.અમે રેડ કરી ત્યારે અલગ અલગ બ્રાન્ડની મોંઘી બોટલ હતી. અમે એક આરોપી અને બે વાહન કબ્જે લીધા છે આ ઘણા સમયથી ચાલતું હતું જેની જાણ સ્થાનિક પોલીસને હોવાની આશકા છે પણ હાલ અમે રેડ કરીને કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.