DB અહેવાલનો સરકારમાં પડઘો:રાજ્યમાં 2600 જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી વિદ્યા સહાયકોની ભરતી કરાશે, સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજ્યમાં જિલ્લા ફેરબદલી કરવા માગતા શિક્ષકોને લઈ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યા સહાયક ભરતી અને ટેટ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે 77,953 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. આ મુદ્દો નામદાર કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે 29 ઓગસ્ટે દિવ્યભાસ્કરે એક્સક્લૂઝિવ અહેવાલ તૈયાર કર્યો હતો.

વાંચો સમગ્ર અહેવાલઃ સ્ટુડન્ટ્સની સંખ્યા સામે શિક્ષકો-આચાર્ય જ ઓછા, ચાર વર્ષથી TATની પરીક્ષા લેવામાં સરકાર ફેઇલ

5,360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ પર ભરતી
જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ 5,360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો સંપૂર્ણ પ્રયત્ન છે.

ઉમેદવારોની સંખ્યા વધી શકે
વાઘાણીએ આગળ કહ્યું કે, રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગષ્ટ-2017માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ 9,488 જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા 4 થી 5 વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે તે મુજબનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

HMAT ભરતી પરીક્ષામાં બેસવાની શરતી તક અપાશે
મંત્રીએ HMAT અંગે વિગતો આપતા જણાવ્યું કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટેની પરીક્ષા છેલ્લે 08/10/2017ના રોજ લેવામાં આવી હતી તેમાં 8906 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. 5928 શિક્ષકો પાસ થયા હતા તે પૈકી 1287 આચાર્યની ભરતી થયેલ છે. આ વર્ષે આ પરીક્ષા માટે 7815 શિક્ષકોએ અરજી કરી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ભરતી સંબંધિત પરીક્ષાઓમાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી છે. ઉમેદવારોની પાત્રતાની ચકાસણી નિમણૂંક કરનાર ભરતી સમિતિના કાર્યક્ષેત્રમાં આવે છે. જેથી ભરતી સમિતિની ભરતી પ્રકિયા વખતે થનાર નિર્ણયને આધીન રહી ફોર્મ ભરેલ અને વેરિફિકેશન હાજર-ગેરહાજર તમામને તે યોગ્યતા ધરાવે છે તે શરતે શરતી HMATની પરીક્ષામાં બેસવા દેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...