તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઈરલ:અમદાવાદમાં છેડતી કરનાર યુવકને સગીરાના પરિવારજનોએ માર મારતા મોત, બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર માર માર્યાનો વીડિયો વાઈરલ

અમદાવાદ2 મહિનો પહેલા
યુવકને ઢોર માર મારી રહેલી મહિલાઓ અને ઈન્સેટમાં મૃતક નીરવ સોલંકીની ફાઈલ તસવીર.
  • વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી

ત્રણ દિવસ પહેલા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર રહેતી સગીરાની છેડતી કરનાર શખ્સને સગીરાના પરિવારજનોએ ઢોર માર મારતા નીરવ સોલંકી નામના યુવકનું સારવાર દરમિયાનન મોત નીપજ્યું હતું. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ હત્યાનો આજે વીડિયો વાઈરલ થયો છે. જેમાં મહિલાઓ તેને બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર માર મારતા જોવા મળી રહ્યાં છે.

યુવક તેના માસીયાઈ ભાઈ સાથે ગયો હતો
દાણીલીમડા વિસ્તારમાં મંગલવિકાસ સોસાયટીમાં રમેશ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં નાનો દીકરો નીરવ હતો. 17 માર્ચે નીરવ તથા માસીયાઈ ભાઈ રાહુલ પરમાર બન્ને કોઇ મિત્રનો જન્મદિવસ તથા એ.સી રિપેર કરવાનું છે તેમ કહી ઘરેથી નીકળ્યા હતા.

વહેલી સવારે નીરવની માતાના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો કે, વાડજ રામાપીરના ટેકરા ઉપરથી હસમુખ મોદી બોલું છું અને તમારા છોકરા નીરવે ભરતભાઇની દીકરીની છેડતી કરી છે. તમારે સમાધાન કરવું હોય તો આવો. સવારે આઠ વાગ્યે વાડજ રામાપીરના ટેકરા ઉપર રમેશભાઈના સગા સંબધીઓ રહે છે, ત્યાંથી જાણ થઈ કે નીરવને વાડજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

યુવકને માર મારી રહેલી મહિલાઓ.
યુવકને માર મારી રહેલી મહિલાઓ.

મારપીટની વાડજ પોલીસમાં ફરિયાદ કરી હતી
વાડજ પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા નીરવને સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હોવાની જાણ થતા ત્યાં ગયા હતા. નીરવ સંપૂર્ણ ભાનમાં હતો જ્યાં તેણે જણાવ્યું હતું કે, ભરત કાઠીયાવાડીની દીકરી દૂધ લેવા જતી હતી પરંતુ મને જોઇને બૂમાબૂમ કરતા હંસીયો બાડીયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલા અને ચારેય જણાએ મને ફેટોનો તથા ગડદા પાટુનો માર માર્યો હતો. જે મામલે વાડજ પોલીસ સ્ટેશન ફરીયાદ કરી હતી.

મૃતક નીરવ સોલંકીની ફાઈલ તસવીર.
મૃતક નીરવ સોલંકીની ફાઈલ તસવીર.

બનાવ હત્યામાં પલટાયો
25 માર્ચે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અચાનક નીરવને ખેંચ ઉપડી અને મરી ગયો હતો. નીરવને હંસીયો બાડીયા, ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે અજાણ્યા માણસોએ ફેટો તથા ગડદાપાટુનો માર મારી શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત થતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો