તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો લાઇવ વિડિયો:અમદાવાદના કૃષ્ણનગરમાં યુવકની હત્યાનો વિડિયો વાઇરલ થયો, સાતથી આઠ આરોપી છતાં PI જે.આર. પટેલે બે લોકોને જ આરોપી બતાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
હત્યાનો વિડિયો સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા. - Divya Bhaskar
હત્યાનો વિડિયો સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા.
 • હત્યા સમયનો વિડિયો સામે આવતાં PI જે.આર. પટેલની હત્યારાઓને બચાવવાની પોલ ખુલ્લી પડી ગઈ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિ ફર્ફ્યૂ વચ્ચે લાકડી અને ઘાતક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં પોલીસે માત્ર બે લોકો સામે જ મારામારીનો જ ગુનો નોંધ્યો હતો. આ હત્યાની ઘટનામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે, જેમાં સાતથી આઠ લોકો યુવકને લાકડી વડે મારી રહ્યા છે. જ્યારે કૃષ્ણનગર પોલીસે માત્ર પિતા-પુત્ર સામે સામાન્ય મારામારીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરતાં અનેક સવાલો ઊભા થયા છે.

આરોપી હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર.
આરોપી હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર.

હત્યાનો બનાવ હોવા છતાં પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે ધ્રુવરાજસિંહ ભાટીને લાકડીઓ અને ધોકા વડે માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી.

આરોપી નિશુ શાહ તલવાર.
આરોપી નિશુ શાહ તલવાર.

યુવકને પિતા-પુત્રએ નહીં, પણ સાતથી આઠ લોકોએ માર્યો
PIએ ડાઈગ ડિકલેરેશન લેવાની પણ તસદી લીધી ન હતી. આ સમગ્ર બાબતમાં PIની ગંભીર બેદરકારી ખોલતો હવે વિડિયો સામે આવ્યો છે, જેમાં ધ્રુવરાજસિંહને પિતા-પુત્રએ જ નહીં, પરંતુ સાતથી આઠ લોકોએ ભેગા મળી માર માર્યો હતો. આ વિડિયોમાં અનેક લોકો મારતા દેખાય છે ત્યારે PI જે.આર. પટેલે શા માટે માત્ર પિતા-પુત્ર સામે જ ગુનો નોંધ્યો હતો ? શું PIએ આવા હત્યારાઓ સાથે સેટિંગ કરી લીધું હતું ? DCP ઝોન 4 રાજેશ ગઢિયા સામે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે કે જાહેરમાં આવી હત્યાના પ્રયાસની ગંભીર ઘટના બની હતી છતાં સામાન્ય મારામારીની ફરિયાદ નોંધનાર PI જે.આર.પટેલ સામે કડક પગલાં ભર્યાં ન હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો